હું ધોનીની જેમ કૂલ કેપ્ટન બનવા માંગુ છુ : રોહિત શર્મા

1191

રોહિત શર્માએ કહ્યું છે કે, તે મહેન્દ્ર સિંહ ધોનીની જેમ એક કૂલ કપ્તાન બનવા માંગે છે. રોહિતને એ વાતનો ગર્વ છે કે, તેણે ધોનીથી દબાણની સ્થિતિમાં શાંત રહેવાની કળા શીખી છે. જ્યારે કોચ રવિ શાસ્ત્રીએ પણ ધોની જેમ જ શાંત રહેતા રોહિત શર્માની પ્રશંસા કરી કે, જેની કપ્તાનમાં ભારત એશિયા કપનું સાતમું ખિતાબ જીત્યું છે. આ ઉપરાંત રોહિતે કહ્યું કે, મેં મહેન્દ્ર સિંહ ધોનીને ઘણા વર્ષોથી કપ્તા તરીકે જોયા છે, તે ક્યારેય પરેસાન નથી થતા. કોઇપણ નિર્ણય લેવામાં થોડો સમય લે છે. એમની અમુક ટેવો મારામાં પણ છે. વધુમાં રોહિતે કહ્યું કે, હું વિચારીને પછી જ કંઈક પ્રતિક્રિયા આપું છું. હા, ૫૦ ઓવરની રમતમાં સમય મળે છે, આપણી પાસે કંઇપણ કરવા માટે સમય હોય છે. આ બધુ મેં ધોનીને જોઈને શીખ્યું છે. હું તેમની કપ્તાનીમાં લાંબા સમય સુધી રમ્યો છું. જ્યારે પણ જરૂર હોય તે સૂચન આપવા તૈયાર હોય છે.

Previous articleઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં મારા ભાગે બહુ ઓછી એક્શન કરવાની આવી : કેટરિના કૈફ
Next articleભારત ફરીવાર એશિયા કપ  ચેમ્પિયન