લોઠપુર ગામે યોજાયેલ સેવાસેતુમાં ૧૪૩૯ અરજીઓનો સ્થળ પર નિકાલ

619

જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે સરકાર દ્વારા લોકોના ઘરબેઠા તમામ અરજીઓના નિકાલ માટે સેવાસેતુ કાર્યક્રમ ડેપ્યુટી કલેકટર ડાભી, મામલતદાર ચોહાણ, તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. વાઢેર તેમજ જાફરાબાદની તમામ સરકારી કચેરીઓમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, પીજીવીસીએલ વન વિભાગ, આરોગ્ય વિભાગ, આઈઆરડી શાખા, આંગણવાડી વિભાગ, ફજરીશ વીભાગ સહિત તમામ કચેરીના અધિકારીઓ તેમજ અરબી સમુદ્રના ટાપુ શિયાળબેટની ૧૦ હજારની વસ્તી ધરાવતા ટાપુની બાકી રહી ગયેલ અરજીઓના નિકાલમાં ૯ ગામોમાં લોઠપુર નાના મોટા, લણુસાપુર, વાંઢ, બાબરકોટ, મિતીયાળા, વારાહસ્વરૂપ, ભાંકોદર અને શિયાળબેટ સહિત ગામોની કુલ ૧૪૩૯ અરજીનો નિકાલ કરાયો. આ ભવ્ય સેવાસેતુમાં ગામના સરપંચ રાણાઆતા, ઉપસરપંચ નાથાભાઈ, જિલ્લા પંચાયતના પુનાભાઈ ભીલ શિયાળબેટ ટાપુના સરપંચ હમીરભાઈ શિયાળ, વારાહ સ્વરૂપથી સામાજીક કાર્યકર ભરતભાઈ શિયાળ, લુણસાપુર સરપંચ ભોજભાઈ કોટીલા, ચંદુભાઈ સરપંચ મિતિયાળા, સાદુળભાઈ સરપંચ ભાંકોદર સહિત ગામ આગેવાના ધીરૂભાઈ ખુમાણની હાજરીમાં લોકોના દાખલાઓ માં વાત્સલ્ય કાર્ડ તેમજ સરકારી વિધ યોજનાની અરજી લખવા અને તેની નિકાલ માટે લખમણભાઈ વાઢેળ પીટીશન રાઈટરે ખુબ જ જહેમત ઉઠાવી કુલ ૧૪૩૯ અરજીઓને નિકાલ માટે જહેમત ઉઠાવેલ જેમાં તાલુકા પંચાયતના મનુભાઈ કાતરીયા, પરમારભાઈ, રમેશભાઈ, સામતભાઈ તેમજ મામલતદાર કચેરીથી નાયબ મામલતદાર કુંબાવત હાજર રહી જહેમત ઉઠાવેલ.

Previous articleખેલમહાકુંભમાં શાનદાર પ્રદર્શન
Next articleપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રામ્ય હુન્નર, કૌશલ્યથી અવગત કરાયા