મહાત્મા ગાંધીના આદર્શોને અનુસરતી ગ્રામીણ ભારતની વ્યવસ્થાઓ હુન્નર રોજગારી કૌશલ્ય અને દેશના અર્થતંત્રને ધમધમતું રાખવા ગ્રામ્ય કારીગરીનું મહત્વ સરજાવતા માં-સ્તર (માં) જેટલું સ્તર ધરાવતા શિક્ષકોની પહેલ પ્રાથમિક શાળાના છાત્રોને ગ્રામ્ય હુન્નર કૌશલ્યથી અવગત કરાયા. ગાંધીજીની જન્મજયંતિના અનુસંધાને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગાંધી વિચારધારાને અનુરૂપ બુનિયાદી પ્રવૃત્તિનો વ્યાપ વધે અને સ્વરોજગારથી સમૃધ્ધ ભારતના રાષ્ટ્ર નિર્માણના શુભ સંકલ્પને સિધ્ધ કરવા રાભડા પ્રાથમિક શાળાના સામાજિક વિજ્ઞાન શિક્ષક મોટકા મહેશભાઈ, વિજ્ઞાન શિક્ષક સનિલભાઈ વાડોદરીયાના માર્ગદર્શન નીચે રાભડા પ્રાથમિક શાળાના બાળકોને રાભડા ગામના કારીગરો મિસ્ત્રી મનસુખભાઈ પરમાર તથા માટીકામ પ્રજાપતિ ભગવાનદાદા કાલીયાણીની મુલાકાત લેવડાવી ભારતીય બુનિયાદી કારીગરીનું નિદર્શન કરાવેલ. વિદ્યાર્થીઓને ખરા અર્થમાં ગાંધી વિચારધારાને જાણે અને ગાંધી વિચાર આત્મસાધ કરી ખરા અર્થમાં ગાંધીબાપુને સ્મૃતિપટમાં અંકિત કરે એવો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો. આ ઉત્કૃષ્ટ શિક્ષણ પધ્ધતિથી અનૌપચારિક શિક્ષણ આપવા બદલ ગામ લોકો, શાળાના શિક્ષકગણ અને અગ્રણીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી પ્રગટાવી જતા આ સમૃધ્ધ ભારત સ્વચ્છ ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘર વપરાશને રોજિંદી જીવન જરૂરી ચીજવસ્તુઓ નિર્માણ કરી રોજગારી મેળવતા કર્મઠ કારીગરોના હુન્નર કૌશલ્ય નિહાળી ખૂબ પ્રભાવિત થતા વિદ્યાર્થીઓ અગ્રણીઓ શિક્ષકની સુંદર પહેલની સર્વત્ર સરાહના કરાઈ હતી.