કુંભારિયા ગામે ભગતસિંહની જન્મ જયંતિની અનોખી ઉજવણી કરાઈ

895

રાજુલા નજીક આવેલ કુંભારિયા ગામે આવેલ ઓમ ઇન્ટર નેશનલ વિધ્યા સંકુલમા  વીર સહીદ ભગતસિંહની જન્મ જયંતી અને ભારત રત્ન એવા ગાયક લતા મંગેસ્કર ના જન્મ દિવસની કઈક અલગ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

આજ રોજ ભારતના વીર શહીદ ભગતસિંહ અને લતા મંગેષકરના જન્મ દિવસ નીમિતે શિવાંજ્લિ એજ્યુકેશ ટ્રષ્ટ સંચાલિત ઓમ ઈન્ટર નેશનલ વિધ્યા સંકુલ દ્વરા બંને મહાનુભાવોના જન્મ દિવસની પેરણા રૂપ ઉજવણીના ભાગરૂપે અહી શારીરિક રીતે કુદરતની થપાટનો ભોગ બનેલ તેજસ્વી તારલા કે જેને બાળપણ માજ અકસ્માતે માત્ર ૮થી ૧૦વર્ષની ઉમર માજ હાથ ગુમાવનાર એવા વનેચંદ શિયાળ જેણે બંને હાથ ગુમાવ્યા હોવા છતા તમામ કાર્ય જાતેજ કરીને લાઇફ કરિયર બનાવી રહ્યો છે અને બીજા પૂનમ બેન કાપડિયાએ પણ બાળપણમા બંને હાથ અને પગ ગુમાવ્યા છતા એક દીકરી જે ઘર કામ કરતી હોય તેમ બધુજ કાર્ય કરે છે આ બંનેને શાળા પરિવાર વતી આ બંને ને સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગ નિમિતે શાળા પરિવાર ના ૧૧૦૦ વધુ  વિધાર્થીઓ દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી રૂપી ફાળો એકત્રિત કરીને સાવર કુંડલા નજીક હરિના પરમ હંશ બાળકોની શાળા એવા માનવ મંદિરમાં ૯૧૦૦ રૂપિયાનુ દાન આપવા આવ્યુ હતુ અને ૫૧૦૦ રૂપિયા થોરડી નજીક આવેલ અંધ શાળામા અર્પણ કરવામા આવ્યા હતું.

આ પ્રસંગ નિમિતે લતા મંગેશકર દ્વારા શુભેચ્છા સંદેશ અને શિવઁજ્લિ એજ્યુકેશન અને ૨૫૦૦૦ રૂપિયાનો ડોનેશન અર્પણ કરાયું હતુ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિધાર્થીઓ, વાલીઓ સહિત સામજિક આગેવાનો ઊપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળા પ્રશાંત ભાઈ શેલડિયા, કનુભાઈ શેલડિયા, નિકુંજ ભાઈ પંડિત સહિત તમામ સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

Previous articleપ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ગ્રામ્ય હુન્નર, કૌશલ્યથી અવગત કરાયા
Next articleબારપટોળી ગામેથી વિદેશી શરાબ સાથે શખ્સ જબ્બે