ગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા ધારાસભ્યની આગેવાનીમાં કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને આપ્યું આવેદન પત્ર. જો સમય સર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં નહીં આવે તો ધારાસભ્ય સહિત કરશે ઉગ્ર આંદોલન. ધારાસભ્ય પ્રવીણ મારુ , રાજુભાઇ ગોહિલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતાં.
ચોમાસાની સીઝનની શરૂઆત સાથે આ વર્ષ સારું જશે તેવી ખેડૂતોની આશા પર ઓછો વરસાદ પડતાં પાણી ફરી વળ્યું ત્યારે હાલ જગતનો તાત ખુબજ મુશ્કેલીમાં હોય જેને લઈ વાડીમાં કરેલ વાવેતર ઓછો વરસાદ પડવાના કારણે સાવ નિષ્ફળ જાઈ તેવી પરિસ્થિતિમાં છે ત્યારે ખેડૂતો દ્વારા તાત્કાલિક કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ધારાસભ્ય પ્રવીણ મારુ તેમજ રાણપુરના ધારાસભ્ય રાજુભાઇ ગોહિલની આગેવાનીમાં ૨૫૦ જેટલા ગઢડા તાલુકાના ખેડૂતો દ્વારા લીંબડી – બોટાદ બ્રાન્ચ કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીમાં ધરણા યોજવામાં આવેલ તેમજ સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરેલ.
ગઢડા તાલુકા આસપાસના વિસ્તારના ખેડૂતો દ્વારા ધારાસભ્ય પ્રવીણ મારુ તેમજ ધારાસભ્ય રાજુભાઇ ગોહિલની હાજરીમાં લીંબડી બોટાદ બ્રાન્ચ કેનાલમાં સમયસર અને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે તેવી માંગને લઈ કલેક્ટર દ્વારા આપવામાં આવેલ આશ્વાસનને લઈ ખેડૂતો તેમજ આગેવાનો દ્વારા હાલ ધરણા મોકૂફ રાખેલ અને જો આગામી દિવસોમાં પૂરતા પ્રમાણમાં અને સમયસર પાણી આપવામાં નહીં આવેતો આંદોલન કરવાની આપી ખેડૂતો તેમજ આગેવાન ધારાસભ્ય દ્વારા ચીમકી.