ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ- દેવરાજનગરની ટીમે તાજેતરમાં યુનિવર્સિટી દ્વારા આયોજીત આંતર કોલેજ કબડ્ડીની સ્પર્ધામાં ઉતકૃષ્ઠ પ્રદર્શન કરવા બદલ ઈન્ટર યુનિ.ની કબડ્ડી સ્પર્ધા માટે ટીમમાંથી ચાર ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી. કબડ્ડીની આ વિદ્યાર્થીનીઓની ઈન્ટર યુનિ. સ્પર્ધામાં પસંદગી થવા બદલ કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી, ભરતસિંહ ગોહિલ અને ડાયરેકટર રવીન્દ્રસિંહ સરવૈયાએ તેમજ કોલેજ પરિવારે અભિનંદન પાઠવ્યા હતાં.