ભાવનગર મહાનગર પાલિકાના જનરલ બોર્ડની બેઠક મેયર મનભા મોરીના અધયક્ષ પદે મળેલ બેઠકમાં કમિશ્નર ગાંધી હાજર રહ્યા હતા. એજન્ડાનો એક મુદ્દો પેન્ડીંગ રખાયો હતો અન્ય ઠરાવો પાસ થયા.
મળેેલ બોર્ડ બેઠકમાં ખાસ કરીને પ્રશ્નોતરી કાળ દરમ્યાન સભ્યોની એકની એક વાતે તંત્ર તરફથી જવાબો મળવા છતા સભાગૃહમાં લાંબી લાંબી રજુઆત કરીને બોર્ડના કિંમતી સમય પસાર કર્યો હતો. જો કે ઘરવેરાની જુની કર પધ્ધતિ અંગે કોંગીના રહિમ કુરેશી અને અભયસિંહ ચૌહાણે કોર્પોરેશનની આવક વધારા મુદ્દે અને પીરછલ્લાના ઘરવેરાના મુદ્દે તંત્રની કામગીરી અંગે વિગતવાર કાનુની ચર્ચાઓ થતા આ બંન્ને સભ્યોને વિગતે જવાબો દેવામાં તંત્ર આવ્યું હતુ. જો કે, કમિશ્નરની સુચનાથી બે ત્રણ અધિકારીઓ દ્વારા જવાબો કરાતા આવા જવાબોમાં કેટલીક વિસંગતાને કારણે સભ્યોએ ઘરવેરા વિભાગને આડે હાથ લેતા બોર્ડ સભ્યોમાં ઘરવેરાની કેટલીક કામગીરીની વિગતો જાણવા મળી હતી. જો કે, આ બે સભ્યો સિવાય અન્ય કોઈ સભ્યો આ મુદ્દામાં પડયા નોતા કારણ કે, બંન્ને સભ્યોની જે રજુઆતો થઈ તે ખુબજ અભ્યાસ પૂર્વકની હોય ઘરવેરાની ઘણી ખરી બાબતો જાણવા મળી હતી. એક તબ્બકે સભ્ય અને અધિકારી વચ્ચે ચકમક ઝરી હતી,
આજના બોર્ડમાં ખાસ કરીને વિરોધ પક્ષના નેતા જયદિપસિંહ ગોહિલને પ્રજાકીય કેટલાંક પાયાના પ્રશ્નો રજુ કરાવની તક મળી નોતી કારણ એવુ હતુ કે, કોંગી સભ્યની લાંબી લાંબી રજુઆતે પ્રજાની કેટલીક મહત્વપુર્ણ રજુઆત નેતા કરી શકયા નોતા. કોંગી સભ્યોની એકની એક વાતમાં દસ વખત ઉભા થઈ રજુઆતો કરતા ખુદ કોંગ્રેસના નેતાની રજુઆતમાં જાણે બાદ બાકી થઈ હોવાની બોર્ડમાં છાપ ઉભી થવા પામેલ. જયદિસિંહ ગોહિલ બોલવા ઉભા થતા મેયરે પ્રશ્નોતરીનો સમય પુરો થયો તેમ કહેતા કોંગી નેતાએ એવી વાત જણાવી કે, અમે લોકો માટે આવીએ છીએ અમારા પ્રશ્નો ન લેવાય તે બરાબર નથી તેમ વિપક્ષના નેતા કહેતા મેયરે કિધુ તમારા સવાલો આવતા બોર્ડમાં લેશુ લખીને દેજો જો કે, બોર્ડના પ્રશ્નોતરી સમયમાં કોંગી સભ્ય દ્વારા એકના એક પ્રશ્નની લાંબી લાંબી રજુઆત થવાનું કારણ કારણભુત બનેલ આ મુદ્દે રહિમ કુરેશીએ એવી ટકોર કરી કે, પ્રશ્નોતરીનો સમય વધારો અમારો વારોજ ન આવે તે કેમ ચલાવાય. જો કે, કોંગ્રેસે લોકોના મહત્વના પ્રશ્નો કેવી રીતે રજુ કરવા તેનો સંકલનનો અભાવ પણ બોર્ડમાં દેખાયો હતો. આરોગ્ય કમિટી ચેરમેન રાજુ રાબડીયાએ વાહનોના કરનો પ્રશ્ન રજુ કરેલ આ પ્રશ્ન મહત્વનો હોવા છતા મેયરે તેમને ચાલુ રજુઆતે બેસી જવાની સુચના દેતા રાબડીયાના આખા પ્રશ્નનો છેદ ઉડાડી દેવા જેવી ઘટના .ભી થવા પામી હતી. એક સભ્યના પ્રશ્નમાં લીંગલ અધિકારીએ એવુ જણાવ્યું હતુ કે, કોર્ટ મેટર હોય પ્રશ્ન પુછી ન શકાય આમ કહેતા રજુઆત ફેલ રહી હતી. કોંગીના ઈકબાલભાઈએ જણાવ્યુ કે, ગામમાં હજી ઘણા ઢોરો રખડે છે, રાજુભાઈ તમે નો બોલો, આર્થિક સહાય મુદ્દે અરવિંદ પરમારે દર્દીને રૂા.ર૦ હજારથી માંડીને પ૦ હજાર સુધીની આર્થિક સહાય આપો. જીતુ સોલંકીએ આ વતમાં સુર પુરાવ્યા હતો. યુવરાજસિંહ લારી-ગલ્લાવાળાના પ્રશ્ને વિપક્ષ સભ્યને ટકોર કરતા કિધુ કે, આ પ્રશ્ન અમે પહેલાથી રજુ કર્યો હતો અમને આવા પ્રજાહિતના કામમાં રસ છે.