વિધાનસભા ચૂંટણી સંદર્ભે દારૂના ધંધાર્થીઓને નેસ્તનાબુદ કરવાની અપાયેલી સુચનાના ભાગરૂપે સતત ચોથા દિવસે પોલીસે દારૂ અંગે દરોડા પાડી મોટી માત્રામાં જથ્થો ઝડપી લીધો હતો.
શહેરના બોરતળાવ દલીતવાસ વિસ્તારમાં રહેણાંકી મકાનમાં ઈંગ્લીશ દારૂનો ધંધો કરાતો હોવાની પૂર્વ બાતમીના આધારે એલસીબીએ આજે વહેલી સવારે ઈશ્વરન ગરમાં કનુભાઈ છગનભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડતા મકાનની બહાર પાર્ક કરેલી નંબરપ્લેટ વગરની અલ્ટો કારની તલાશી લેતાં તેમાંથી જુદી-જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની ૧ર૦ બોટલો મળી આવી હતી. જ્યારે પોલીસે અલ્ટો કાર અને ઈંગ્લીશ દારૂ મળી રૂા.ર.૩૬ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ કનુ છગન રાઠોડની ધરપકડ કરી હતી. જ્યારે વિક્રમ ઉર્ફે મામા રહે. કાળીયાબીડ ફરાર થઈ ગયેલ હોય જેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ બનાવ અંગે બોરતળાવ પો.સ્ટે.માં ગુનો નોંધી વધુ તપાસ હે.કો. એમ.પી. ગોહિલ ચલાવી રહ્યાં છે.