પેટ્રોલિગ દરમ્યાન પોલીસે ફાયરિંગ કરતા એપલ કંપનીના મેનેજરનું મોત

907

પોલીસે રાત્રે પેટ્રોલિંગ દરમિયાન એક એસયુવી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કારચાલકે ગાડી ન રોકતા પોલીસે ફાયરિંગ કર્યું હતું, જેમાં એક મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરતા ૩૮ વર્ષીય યુવકનું મોત થઈ ગયું છે. શુક્રવારે રાત્રે ૧.૩૦ વાગ્યે લખનઉના ગોમતીનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. એસયુવીના ડ્રાઇવરની ઓળખ વિવેક તિવારી તરીકે કરવામાં આવી છે. ગોળીબાર બાદ વિવેકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે વિવેક એસયુવી કાર ચલાવી રહ્યો હતો.  કારમાં તેનો પૂર્વ સાથી પણ હતો. રાત્રે પેટ્રોલિંગ દરમિયાન બે પોલીસકર્મીઓએ તેની કારને ઉભી રહેવા માટે ઈશારો કર્યો હતો. આ દરમિયાન વિવેકની કારે પોલીસના બાઇકને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેની કાર એક દીવાલ સાથે પણ અથડાઈ ગઈ હતી.

આ મામલે વિવેકની સાથે રહેલા કર્મચારીઓ ફરિયાદ દાખલ કરાવી હતી. વિવેકના પૂર્વ સાથીની ફરિયાદ પ્રમાણે, “પોલીસે બળજબરીથી અમારી કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. વિવેકે કાર ઉભી રાખી ન હતી. અમને ખબર ન હતી કે એ લોકો કોણ હતા. ત્યાં કોઈ અકસ્માત થયો જ ન હતો. અમે ત્યાંથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે અમારા પર ટોર્ચ કરી હોવાથી અમારી કાર બાઇકને અથડાઈ હતી. બેમાંથી એક વ્યક્તિ પાસે લાઠી હતી, જ્યારે બીજા વ્યક્તિએ અમારા પર ફાયરિંગ કર્યું હતું.

સીએમ  યોગીએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ કે આ એક એન્કાઉન્ટર નથી. આ કેસની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જો જરૂર પડી તો અમે આ ઘટનાની સીબીઆઈ તપાસના પણ આદેશ આપીશુ.

યોગી સરકાર રાજીનામું આપે : અખિલેશ

લખનૌના શૂટઆઉટ બાદ ઉત્તરપ્રદેશનું રાજકારણ ગરમાયું છે. ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી  અખિલેશ યાદવે આ મામલાને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું રાજીનામું માગ્યું છે. તેમને આ પૂરી ઘટના માટે યુપી સરકારને જવાબદાર ગણાવી છે.

આ ઘટનાને લઈને કોગ્રેસ નેતા રાજ બબ્બરે ઝ્રસ્ યોગી આદિત્યનાથ પર પ્રહાર કર્યો છે. તેમને કહ્યું કે આ ગોળીકાંડ ને લઈને ઝ્રસ્ને શર્મ આવી જોઈએ.

મુખ્યમંત્રી યોગીએ પોલિસની વર્દીમાં ગુંડોની ફૌજ રાખી છે.

આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ કહ્યું કે ભાજપના લોકો હિન્દુસ્તાને કેવું બનાવવા માગે છે ? તેમને કહ્યું કે યોગી રાજમાં ડરીએ તમે લખનૌમાં છો.

ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌના ગોમતીનગર વિસ્તારમાં શુક્રવારે મોટી રાત્રે પોલિસ કોન્સટેબલે પ્રશાંત ચૌધરીએ છઁઁન્ઈના સેલ્સ મેનેજર વિવેક તિવારીની ગોળી મારી હતી. જેથી તેનું મોત થયું હતું.

Previous articleપ.પૂ. મહંતસ્વામી મહારાજનું અક્ષરવાડી ખાતે ભવ્ય સ્વાગત
Next articleડેટા લીક : પાંચ કરોડથી વધુ યુઝર્સના ડેટા સાથે ચેડા થયા