મધ્યપ્રદેશ : ફ્રીજના ક્મ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા ચારના મોત થયા

1198

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં  રેફ્રિજરેટરમાં બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા બંને લોકોની હાલત ગંભીર બનેલી છે. ફ્રીજમાં કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયો હતો. ઘટના ગ્વાલિયરના દર્પણ કોલોનીની છે. પ્રાપ્ત અહેવાલ મુજબ અહીં સ્થિત એક મકાનમાં ફ્રીજમાં કમ્પ્રેસર ફાટી જતી દિવાળ પડી ગઇ હતી. તમામ લોકો ઉંઘી રહ્યા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો. સુત્રોએ કહ્યુ છે કે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના મકાનો પણ હચમચી ઉઠ્યા હતા.બનાવના સમય લોકો ઘરમાં ઉંઘી રહ્યા હતા. જેથી કોઇને નાસવાની તક મળી ન હતી. બે માળના મકાનના પહેલા માળ પર ફ્રિજમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણમાં તપાસ હાથ ધરવામાં આવી છે. એમ માનવામાં આવે છે કે શોર્ટ સક્રિટના કારણે બ્લાસ્ટ થયો હતો.

ઘાયલ થયેલા લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત કફોડી બનેલી છે. ગ્વાલિયરમાં બનેલી આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોમાં વ્યાપક દહેશત ફેલાઈ ગઈ હતી. શરૂઆતમાં કોઈ બોમ્બ બ્લાસ્ટની દહેશત ફેલાઈ હતી. જોકે મોડેથી ફ્રિઝમાં બ્લાસ્ટના અહેવાલને સમર્થન મળ્યું હતું. વ્યાપક બેદરકારી હોવાની વિગત પણ સપાટી પર આવી છે. જોકે આ બનાવ બન્યો ત્યારે પરિવારના સભ્યો અને આસપાસના લોકો પણ ઉંઘમાં હતા. જેના લીધે ચાર લોકોના મોત થઈ ગયા હતા. તપાસ બાદ જ વાસ્તવિક કારણ જાણી શકાશે પરંતુ વાસ્તવિક રીતે શોર્ટસર્કિટને આના માટે જવાબદાર ગણવામાં આવે છે. બ્લાસ્ટની આ ઘટનાથી તમામ ચોંક્યા હતા.

Previous articleસરહદ પર કઠોર કાર્યવાહી જારી રહેશે : ભારતની પાકને ચેતવણી
Next articleઆસારામની સહયોગી શિલ્પીને રાજસ્થાન હાઈકોર્ટે આપ્યા જામીન