સગીરા સાથે યૌન શોષણના કેસમાં જેલમાં બંધ આસારામની સહયોગી શિલ્પીને રાજસ્થાન હાઈકોર્ટે રાહત આપી છે. જસ્ટિસ વિજય વિશ્નોઈની કોર્ટે એસઓએસનો લાભ આપીને શિલ્પીના જામીન મંજૂર કરી લીધા છે.શિલ્પી ઉર્ફે સંચિતા તરફથી રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી પછી સજા સ્થગન અરજી એટલે કે એસઓએસ રજૂ કરવામાં આવી હતી. જે વિશે બુધવારે જસ્ટિસ વિશ્નોઈએ સુનાવણી કરીને નિર્ણય સુરક્ષીત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન શિલ્પીના વકીલે તર્ક આપ્યો હતો કે તે જામીન પર રહે અને જામીનના નિયમોને ના તોડે તેવા એસઓએસ એટલે કે સસ્પેંશન ઓફ સેંટસનો લાભ આપવો જોઈએ. આ દલીલના આધારે શિલ્પીને જામીન આપવામાં આવ્યા છે.કાયદાના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે બધી કાયદાકીય કાર્યવાહી પૂરી થતાં થોડો સમય લાગશે અને પરિણામે શિલ્પી સાંજે આઠ વાગતા જેલની બહાર આવી શકશે. કોર્ટમાં શિલ્પી તરફથી વરિષ્ઠ વકીલ મહેશ બોડાએ પક્ષ મૂક્યો હતો. જ્યારે પીડિતા તરફથી વકીલ પીસી સોલંકીએ તેમનો પક્ષ મુક્યો હતો.