શક્તિશાળી વાવાઝોડું ‘ટ્રામી’ જાપાન પર ત્રાટક્યું છે. જાપાનના ઓકિનાવા આઈલેન્ડ પર ‘ટ્રામી’એ વિનાશ વેરવાનું શરૂ કર્યુ છે. અધિકારીઓએ સ્થાનિક લોકોને વાવાઝોડાના કારણે ખરાબ હવામાનમાં સાવચેત રહેવા ચેતવણી આપી છે. ટ્રામીના કેન્દ્રમાં ૨૧૬ કિમીની ઝડપે શક્તિશાળી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના તેના માર્ગમાં આવનાર કોઈપણ ચીજને નષ્ટ કરવા સમર્થ છે. જાપાનના મધ્યભાગ તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેના કારણે ભારે વિનાશની આશંકા છે. ટેલિવિઝન ફૂટેજમાં જોવા મળ્યું હતું કે નાહામાં સુસવાટા મારતા શક્તિશાળી પવનથી અનેક વૃક્ષ ધરાશયી થયા હતા. જ્યારે આઈલેન્ડ નજીક તોતિંગ મોજાં ઉછળતા જોવા મળી રહ્યા છે. આ સાથે મૂશળધાર વરસાદ પણ પડી રહ્યો છે. ઓકિનાવામાંથી ૬૦૦ જેટલા લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. અહીં વીજળી ગુલ થતા ૧૨૧૦૦૦ ઘરોમાં અંધારપટ છવાયો છે. તોફાનના કારણે પશ્ચિમ જાપાનમાં ૩૮૬ ફ્લાઈટ્સ રદ કરવાની ફરજ પડી છે. તોફાન સંબંધિત ઘટનાઓમાં પાંચ લોકોને ઈજા થઈ હોવાના અહેવાલો મળ્યા છે, જો કે મૃત્યુની કોઈ ઘટના નોંધાઈ નથી એમ સ્થાનિક અધિકારીએ જણાવ્યું હતું.
Home National International ઓકિનાવામાં ‘ટ્રામી’ તોફાનથી ભારે તારાજી : ૩૮૬ ફ્લાઈટ્સ રદ, ૧૨૧૦૦૦ ઘરોમાં અંધારપટ