મુંબઇ પોલીસ માટે આદર છે અમિતાભ બચ્ચન

1438

આમિર ખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ધમાકેદાર ટ્રેલર લૉન્ચ થઇ ચૂક્યુ છે. જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યુ છે. ટ્રેલરને સારો એવો રિસ્પૉન્સ મળી રહ્યો છે. હવે આ કડીમાં મુંબઇ પોલીસ પણ આવી ગઇ છે. મુંબઇ પોલીસે પણ ફિલ્મને લઇને ટ્‌વીટ કર્યુ હતું કે, મુંબઇ પોલીસ પણ ઠગની જેમ કોઇના ઉપર સત્તા નથી આપતી અને કહ્યું કે, ઠગો માટે મુંબઇમાં કોઇ જગ્યા નથી. હવે મુંબઇ પોલીસના આ ટ્‌વીટને લઇને આમિર ખાન અને અમિતાભ બચ્ચને પણ રિટ્‌વીટ કરતાં જવાબ આપ્યો છે. આમિરે કહ્યું કે, દગો આપવો તેની લોહીમા નથી, તમારો સ્વભાવ તો શક, દિવસ રાત મહેનત અને સતર્કતા છે. વિશ્વાસ અમે તમારા પર કરીએ છીએ, સન્માન. વળી, આ ટ્‌વીટનો અમિતાભે પણ જવાબ આપ્યો, બચ્ચને કહ્યું, ખરેખર, મુંબઇ પોલીસ માટે આદર છે. નોંધનીય છે કે, ફિલ્મનું ટ્રેલર ૩૨ મિલિયનથી વધારે વાર ટ્રેલર જોવામાં આવ્યુ છે. ૮ નવેમ્બરે ફિલ્મ રિલીઝ થઇ રહી છે.

Previous articleશ્રીસંતને લોકો બિગ બોસમાં વધુ જોવા માંગે છેઃસ્નેહા વાઘ
Next articleએક સમયે હું એવરેજ પેઈન્ટર હતી : આલિયા ભટ્ટ