સાબરકાંઠા ભાજપની કારોબારી બેઠક સાબર ડેરી ખાતે યોજાઈ

1079

આજે ગુજરાતમાં મહાનગરપાલીકાની પેટા ચુંટણીના જે પરીણામો આવ્યા તે ગુજરાતની જનતાએ બતાવી આપ્યું કે, જનતા કોંગ્રેસને સ્વીકારતી નથી આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈની ધરતી ઉપર જુઠાણાનો પ્રચાર કરવા નિકળેલી કોંગ્રેસ નાત-જાતમાં વેરઝેર કરવું તેનું કાર્ય થઈ ગયું છે. જનતા સુખાકારી ઈચ્છે છે તે સાબીત કરી નાખ્યું જેથી ગુજરાતની જનતાને અભીનંદન આપું છે. હિંમતનગર ખાતે સાબરકાંઠા ભાજપની મળેલ જીલ્લા કારોબારીમાં ઉપસ્થિત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુમાં જણાવેલ કે, દેશમાં જેના કારણે ગૌરવ છે તેવા સરદાર સાહેબે દેશના રજવાળા એકત્રી કરવાનું કામ બેખુબી રીતે કરેલ. જયારે કોંગ્રેસે કટોકટી લાદી કોઈ પણ આંદોલન કચડી નાખવાનું કામ કર્યુ હતું. સરદાર સાહેબનો અપમાન કરવાનો સીલસીલો જવાહરલાલ નહેરૂ ના સમયથી ચાલી આવે છે તેમને વડાપ્રધાન બનવા ન દીધા, ભારત રત્ન પણ ન આપ્યું. સરદાર સાહેબનું તૈલચીત્ર અટલજીના શાસનમાં મુકાયુ જીતુ વાઘાણીએ વધુમાં જણાવેલ કે, નરેન્દ્ર મુખ્યમંત્રી હતા ત્યારથી સરદાર સાહેબના વિચારો ને લઈ કામ કરી રહ્યા છે ભાજપની સરકારમાં નરેન્દ્ર એ નર્મદા ડેમની ઉંચાઈ વધારી આપી જે ગુજરાતના હિતમાં કામ થઈ રહ્યુ છે. જીતુ વાઘાણીએ મીડીયા સમક્ષ જણાવેલ કે, વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા સરદાર સાહેબની પ્રતીમા સ્ટેચ્યુ મુકી તેમને બહુમાન આપ્યું છે. આવા મહાપુરૂષ પ્રત્યે રાહુલ ગાંધી દ્વારા ટીપ્પણી કરી ફક્ત સરદાર પટેલનું જ નહી પણ રાજય અને દેશનું અપમાન કર્યુ છે. ખરા અર્થમાં સરદાર સાહેબને અમે સન્માનીય ગણીયે છીએ એટલે જ તેમને અમે દિલમાં રાખીયે છીએ. રાહુલ ગાંધીએ સરદાર સાહેબને જુતા બરાબર સરખાવ્યા છે. ગુજરાત ભારતીય જનતા પક્ષ એગ્રેસીયલી આંદોલન કરશે રાહુલ ગાંધી માંફી માંગે ગુજરાત કોંગ્રેસ પક્ષ આ બાબત સ્પષ્ટ કરે અને લોકોને જુઠાણા ન ફેલાવી ગેરમાર્ગે ન દોરે કોંગ્રેસના દેખાડવાના અને ચાવવાના દાંત જુદા છે રાજયની જનતા અપમાનનો બદલો ચોક્કસ લેશે તેવી મને આશા છે.

આજની કારોબારીમાં પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ જયસિંહ ચૌહાણ, રમીલાબેન બારા, જીલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ, ગાંધીનગરના પ્રભારી પી.સી.પટેલ, પાટણના પ્રભારી મયંક નાયક, સાંસદ દિપસિંહ રાઠોડ, જીલ્લા મહામંત્રી તખતસિંહ હડીયોલ, હીતેશ પટેલ, અશોક જાષી, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશભાઈ પટેલ, સાબરડેરીના ચેરમેન જેઠાભાઈ પટેલ, ધારાસભ્યો, ગજેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ ચાવડા, હિતુભાઈ કનોડીયા,  પ્રેમલ દેસાઈ, અશ્વીન પટેલ, વિપક્ષના નેતા મહેન્દ્રસિંહ રહેવર, ભગાભાઈ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Previous articleવિદેશી ડેલીગેશને ગાંધીનગરમાં દાંડીકુટિરની મુલાકાત લઈ પ્રદર્શન નિહાળ્યું
Next articleવધુ એક ખેડૂતે પાક નિષ્ફળ જવાના ડરે જીવન ટૂંકાવ્યું, એક સપ્તાહમાં ત્રણ ખેડૂતોનો આપઘાત