ભાવનગર શહેર સમસ્ત આહિર સમાજ દ્વારા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા ધારાસભ્યો સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.
શહેરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે ગુજરાત રાજ્ય જીઆઈડીસીના ડાયરેક્ટર પેથાભાઈ આહિર, ભાવનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈ હડીયા સહિતનાઓની ઉપસ્થિતિમાં જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા જ્ઞાતિના ધારાસભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્યના સમાજ કલ્યાણ વિભાગના મંત્રી વાસણભાઈ આહિર, જામખંભાળીયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા, ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ તથા રાજુલાના ધારાસભ્ય અમરીશભાઈ ડેરને બહોળી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોની હાજરીમાં સન્માનિત કરવામાં આવ્યા હતા.