દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ ભાવનગરના ઉપક્રમે જ્ઞાતિના તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કાર્યક્રમ તળાજા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં તેજસ્વી તારલાઓને બુક પેન તથા ટ્રોફી વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં જ્ઞાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.