નંદકુંવરબા કોલેજ ખાતે ગ્રુપ ડીસ્કશન કાર્યક્રમ યોજાયો

854

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજમાં બીબીએ વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના અભ્યાસના ભાગરૂપે ગ્રુપ ડીસ્કશન (ડીબેટ)નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

બીબીએમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અભ્યાસની સાથે વક્તૃત્વ સ્પર્ધામાં અને બુધ્ધિ ચાતુર્યમાં નિપુણ બને તે હેતુથી ગ્રુપ ડીસ્કશનમાં જુદા જુદા વિષયો ઉપર ડીબેટનો કાર્યક્રમ કોલેજના ઓડી. હોલમાં યોજવામાં આવ્યો હતો.

જેમાં હાલના સમયમાં સ્ત્રી-પુરૂષ સમોવડી બનીને મોટા મોટા કોર્પોરેટ ક્ષેત્રોમાં અને જાહેર ક્ષેત્રોમાં કેવી રીતે સફળ થાય છે ? અને વિદ્યાર્થીઓએ કોલેજમાં દરરોજ હાજરી આપવી આવશ્યક છે ? ઓનલાઈન લેક્ચર વિદ્યાર્થીને જીવનની કારકિર્દી બનાવવા માટે કેટલા અંશે ભાગ ભજવે છે ? તેની ચર્ચા ગ્રુપ ડીસ્કશનમાં કરવામાં આવી હતી.

Previous articleબોટાદના ઉત્સાહી અને જાગૃત મિલ્કત ધારકોએ નવતર અભિગમ સાથે ન.પા.માં ટેક્સ ભરપાઈ કર્યો
Next articleઘોઘારોડ પર મીનીબસ અને બાઈકનો અકસ્માત સર્જાયો