મજેઠીયા પરિવારે પરિવારના વડીલના અંગદાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો

994

શહેરના એક સદ્દગૃહસ્થને બિમારી સબબ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતા તેના પરિજનોએ પરિવારના વડીલના અંગો દાન કરી માનવતાની મહેક સાથે સમાજને નવો રાહ ચિંધ્યો છે. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના બોરતળાવ વિસ્તારમાં રહેતા અને ડ્રાઈવીંગના વ્યવસાય સાથે સંકળાયેલ સુરેશભાઈ લલ્લુભાઈ મજેઠીયા ઉ.વ.પર આજથી બે વર્ષ પૂર્વે ગંભીર બિમારીમાં સપડાયા હતા અને છેલ્લા બે વર્ષથી પથારીવશ હોય જેમાં આજરોજ તેમની તબિયત વધુ કથળતા સારવાર અર્થે સર ટી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં ખસેડવામાં આવેલ. જ્યાં તબીબોએ અથાગ મહેનતના અંતે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા સાથોસાથ તેમના પુત્ર પાર્થ મજેઠીયા તથા અન્ય સભ્યોને સુરેશભાઈના અંગદાન વિશે સમજાવેલ. જેમાં મજેઠીયા પરિવારે કપરા સમયમાં શ્રેષ્ઠ નિર્ણય લઈ લીવર, કિડની તથા આંખોનું દાન કરી માનવતા સાથે સમાજને નવો રાહ ચિંધ્યો હતો.

Previous articleરોટરી ક્લબ ભાવનગર દ્વારા કાર્ડીયાક કેમ્પ યોજાયો
Next articleશહેર ભાજપની કારોબારી બેઠક યોજાઈ