ટ્રાફીક પોલીસ દ્વારા શહેરમાં લાયસન્સ ડ્રાઈવ : ૧પ૦૦ દંડાયા

1287

ભાવનગર ટ્રાફીક પોલીસ દ્વારા છેલ્લા સાત દિવસથી લાયસન્સ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. જેમાં ૧પ૦૦થી વધારે ટુ વ્હીલર ચાલક ઝપટે ચડ્યા હતા. જેમની પાસેથી પોલીસે આશરે ચાર લાખથી વધુનો દંડ સ્થળ પર વસુલ કર્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ, ટ્રાફીક શાખાના પીઆઈ વારોતરીયા, પીએસઆઈ ડાંગર તથા કરપડા સહિતની ટીમ શહેરના અલગ-અલગ વિસ્તારમાં લાયસન્સ ડ્રાઈવની કામગીરી કરતા શહેરના ૧પ૦૦થી વધારે ટુ વ્હીલર ચાલકો ઝપટે ચડ્યા હતા. જેમની પાસે લાયસન્સ ન હોય તેવા ચાલકો પાસેથી ટ્રાફીક પોલીસે છેલ્લા સાત દિવસમાં ચાર લાખથી વધુનો દંડ સ્થળ પર જ વસુલ કર્યો હતો. ટ્રાફીક શાખાની આ કામગીરીની લોકોએ પ્રસંશા કરી હતી.

Previous articleઘોઘારોડ પર મીનીબસ અને બાઈકનો અકસ્માત સર્જાયો
Next articleરોટરી ક્લબ ભાવનગર દ્વારા કાર્ડીયાક કેમ્પ યોજાયો