સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૩૭મા સત્રમાં ભારતનાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની ભારોભાર આલોચના કરી હતી. પોતાના સંબોધનમાં સુષ્માએ કહ્યું કે, પાકિસ્તાન એવો પડોશી દેશ છે જે આતંકવાદ ફેલાવવાની સાથે તેનો ઈનકાર કરવામાં પણ માહેર છે. પાકિસ્તાનને આતંકવાદીઓ માટેનું સુરક્ષિત સ્થાન ગણાવતાં સુષ્માએ કહ્યું કે, ૨૬મી નવેમ્બર ૨૦૦૦૮ના રોજ મુંબઈમાં જે હુમલો કરાયો હતો તેનો માસ્ટર માઈન્ડ પણ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે લશ્કર એ તોઈબાનો વડો હાફિઝ સઈદ આ હુમલાનો માસ્ટર માઈન્ડ છે અને પાકિસ્તાને તેને થોડો સમય નજરકેદ રાખ્યા પછી છોડી મૂક્યો છે. તેની સામે કોર્ટમાં ખટલો પણ શરૂ થયો નથી.
પોતાના સંબોધનમાં સુષ્માએ ગ્રીન હાઉસ ઈફેક્ટ અને આતંકવાદને દુનિયા સામેના સૌથી મોટા દુશ્મન અને પડકાર ગણાવ્યા હતાં. પાકિસ્તાન દ્વારા મંત્રણાની ઓફર અંગે બોલતાં સુષ્માએ કહ્યું કે, ભારત પણ હંમેશા મઁત્રણાનું તરફદાર રહ્યું છે, પણ આ મામલે પાકિસ્તાન તેને દગો કરતું આવ્યું છે. ‘અમે માનીએ છીએ કે મંત્રણા અને વાતચીતથી જટિલમાં જટિલ મુદ્દા પણ ઉકેલી શકાય છે. પાકિસ્તાનની સાથે વાર્તાઓનો દોર ચાલે છે, પણ દર વખતની જેમ પાકિસ્તાનની હરકતોને કારણે તે અટકી જતો હોય છે,’એમ સ્વરાજે જણાવીને કહ્યું કે, પહેલાંની સરકારોની માફક મોદી સરકારે પણ પાકિસ્તાન સાથે વાતચીતનો રસ્તો બતાવ્યો હતો. મોદીએ વડાપ્રધાન બનતાંની સાથે પાકિસ્તાનને શપથગ્રહણમાં આમંત્રણ આપ્યું હતું.
જોકે, તે પછી તરત પઠાણકોટમાં આર્મી બેઝ પર હુમલો થયો હતો. ભારતે આ વખતે પણ મંત્રણા માટે હા કહી હતી પણ ત્યાંજ કાશ્મીરમાં ત્રણ પોલીસ કોન્સ્ટેબલનું અપહરણ કરીને તેમની હત્યા કરાઈ હતી.
યુનાઈટેડ નેશન્સની સંયુક્ત મહાસભામાં ભારતના વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માત્ર પાકિસ્તાનને જ નહી પણ યુનાઈટેડ નેશન્સ પર પણ ચાબખા માર્યા હતા.
સુષ્માએ કહ્યુ હતુ કે હવે યુએનનો પ્રભાવ, ગરિમા અને મહત્વ ઓછુ થઈ રહ્યુ છે.યુએનની સુરક્ષા પરિષદમાં સુધારાની જરુર છે.એવા સુધારા જે ખાલી દેખાડવા માટે ના હોય પણ ખરેખર તેનાથી બદલાવ આવે.આજે યુએનની સુરક્ષા પરિષદ બીજા વિશ્વયુધ્ધના પાંચ વિજેતાઓ સુધી જ સિમિત છે..આજના યુગ માટે આ સ્થિતિ અનુકળ નથી.સુરક્ષા સમિતિ આજના પડકારોને સમજવામાં નિષ્ફળ ગઈ છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ અહેમદ કુરેશીએ સુષ્મા સ્વરાજે જે રીતે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની યુનાઈટેડ નેશન્સમાં પોલ ખોલી છે. તેનાથી બોખલાઈને ઉટપટાંગ નિવેદન આપ્યુ છે.
શાહ અહેમદ કુરેશીએ ધડ માથા વગરનુ નિવેદન આપતા કહ્યુ હતુ કે આતંકવાદ માટે આરએસએસ જવાબદાર છે અને આરએસએસ ફાસીવાદનુ કેન્દ્ર છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે કાશ્મીરનો મુદ્દો ૭૦ વર્ષથી માનવતા પર ડાઘ છે. આ વિવાદ ભારત અને પાકિસ્તાનની શાંતિ પર અસર નાંખી રહ્યો છે. ભારત અમારી ધીરજની પરીક્ષા ના લે,જો ભારતે હુમલાની ભૂલ કરી તો તેણે પરિણામ ભોગવવુ પડશે.