નાગરિક સુધારા બિલ પાસ થશે તો BJP સાથે ગઠબંધન તોડી નાખીશુંઃ AGP

921

આસામમાં ભાજપના સહયોગી દળ આસામ ગણ પરિષદમાંથી પ્રધાન બનેલા અતુલ બોરાએ કેન્દ્રની સરકારને ધમકી ભરેલા અંદાજમાં કહ્યું કે, જો સરકાર નાગરિક સુધારા બિલ પાસ કરશે તો અમે સરકાર સાથે ગઠબંધન તોડી નાખીશું.આસામમાં ભાજપે આસામ ગણ પરિષદ સાથે મળીને સરકાર બનાવી છે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભાજપની સરકાર માટે આ ઘણી મોટી સમસ્યા છે.

નાગરિક સંશોધન બિલ ૨૦૧૬ને લઈને મોટાભાગના રાજ્યોમાં સરકારનો વિરોધ થઈ રહ્યો છે. મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાનો રાજ્યમાં ઘણી જગ્યાઓ પર વિરોધ થઈ રહ્યો છે. આ બિલ અનુસાર બાંગ્લાદેશ, પાકિસ્તાનના નાગરિકોને પણ સરળતાથી ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ મુદ્દાનો વિરોધ કરી રહેલા ઘણા રાજકિય દળોનું કહેવું છે કે, રાજ્યમાં આ કારણે ખોટી પરંપરાની શરુઆત થશે.

ગણ પરિષદના વિરોદ પછી ભાજપની સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનેવાલ પણ આ મુદ્દે બેકફૂટ પર છે. સુરક્ષાની દ્રષ્ટિએ સરહદ પર વધુ સતર્કતા ગોઠવી દેવામાં આવી છે.

Previous articleયુએનની સુરક્ષા પરિષદમાં સુધારાની જરુર : સુષ્મા સ્વરાજ
Next articleપૂંચમાં પાક.નું હેલિકોપ્ટર દેખાયું : તંગ બનેલ સ્થિતિ