સુબ્રમણ્યમ સ્વામીનો ઘટસ્ફોટ  નેતાજીની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિની ભૂમિકા

900

મ્ત્નઁ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેતાજીની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિની ભૂમિકા હતી તેવો ઘટસ્ફોટ કર્યો છે. મ્ત્નઁ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ૧૯૪૫માં સુભાષ ચંદ્ર બોસનું મૃત્યુ વિમાન દુર્ઘટનામાં થયુ નહોતુ. તેમની હત્યામાં રૂસના પૂર્વ રાષ્ટ્રપતિ જોસેફ સ્ટાલિનનો હાથ હતો, પરંતુ લોકોનું માનવું છે નેતાજીનું મોત દુર્ઘટનામાં થયુ હતુ. સાંસ્કૃતિક ગૌરવ સંસ્થા દ્વારા રવીન્દ્ર શતવાર્ષિકી ભવનમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધન કરતા સ્વામીએ કહ્યુ કે બોસે સામ્યવાદી રૂસમાં શરણ માગ હતી. જ્યાં બાદમાં તેમની હત્યા કરવામાં આવી હતી.

સ્વામીએ દાવો કર્યો કે ૭૫ વર્ષ પહેલા સિંગાપુરમાં રચિત નેતાજી સુભાષ ચંદ્ર બોસની આઝાદ હિંદ ફોજના કારણે બ્રિટનના ઔપનિવેશિક શાસકોએ ભારતને આઝાદી આપી હતી.

સ્વામી અનુચ્છેદ ૩૭૦ પર મત રજૂ કરતા કહ્યું કે બંધારણમાં ૩૭૦ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા માત્ર એક નોટિફિકેશન જોડીને હટાવી શકાય છે.

Previous articleહું અને કિમ જોંગ પ્રેમમાં પડી ગયા છીએ : ટ્રમ્પ
Next articleસરદાર સાહેબની પ્રતિમામાં ઘણાને ચૂંટણી દેખાઇ : મોદી