મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લીધો છે. શિવરાજસિંહ ચૌહાણે રાજ્યમાં ગાય માટે અલગ મંત્રાલયની જાહેરાત કરી છે. શિવરાજસિંહે છતરપુરમાં આયોજિત એક કાર્યક્રમાં હાજરી આપતા જણાવ્યુ હતું. પ્રદેશની સરકાર જીવદાયને ધ્યાનમાં રાખીને ગૌ મંત્રાલયની સ્થાપના કરવાની તૈયારી કરી રહી છે. પ્રદેશના તમામ જિલ્લામાં સરકાર ગૌશાળા બનાવશે.
આ ઉપરાંત વૃદ્ધ અને બીમાર ગાયો માટે સરકાર સારવાર કેન્દ્રોનું પણ નિર્માણ કરશે.. શિવરાજસિંહે વધુમાં કહ્યુ કે, આચાર્ય વિદ્યાસાગર જેવા મહાન સંતે પોતાનું જીવન માનવ કલ્યાણ માટે સમર્પિત કર્યુ છે.
શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત બાદ કોંગ્રેસ નેતાઓએ પ્રતિક્રિય આપતા જણાવ્યુ કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા સરકાર ચૂંટણીલક્ષી નિર્ણય લઈ રહી છે.
મધ્ય પ્રદેશમાં શિવરાજસિંહની સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વનો નિર્ણય લીધો છે.