રાજનીતિમાં પ્રભાવશાળી ગાંધી-નહેરૂ પરિવાર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ કપૂર પરિવારના સંબંધો વિશે દુનિયા અજાણ નથી. જોકે, તે ઘણા ઓછા લોકોને ખબર હશે કે, પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પોતાના મોટા પુત્ર રાજીવ ગાંધીના લગ્ન દિગ્ગજ દિવંગત એકટર રાજ કપૂરની પુત્રી સાથે કરાવવા ઈચ્છતા હતા.
પત્રકાર રશીદ કિદવઈએ પોતાની પુસ્તકમાં ’નેતા અભિનેતા : બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયા પોલિટિકસ’માં તે વાતોનો ઉલ્લેખ કરવામા આવ્યો છે. તેમને લખ્યું છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને દિગ્ગજ એકટર રહેલ પૃથ્વીરાજ કપૂર ઘનિષ્ઠ મિત્ર હતા. ઈન્દિરાના મનમાં પણ કપૂર પરિવાર માટે ખુબ જ આદર અને સમ્માન હતા. પુસ્તક અનુસાર, ઈન્દિરા ઈચ્છતા હતા કે બંને પરિવારો વચ્ચેનો સંબંધ દોસ્તીથી આગળ વધે, તેથી તેમને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લગ્ન રાજ કપૂરની મોટી પુત્રી રિતુ સાથે કરાવવા ઈચ્છતા હતા.
પોતાની પુસ્તકમાં રશીદ લખે છે, એવું નથી કે, ઈન્દિરા ગાંધીને બોલિવૂડ સાથે જોડાયેલ પત્નીની શોધ હતી અથવા ’સ્ટાર’જેવી ચીજથી તેમને કોઈ લગાવ હતો. તેમના દિલમાં કપૂર પરિવાર માટે આદરભાવ અને પ્રેમ હતો. જોકે, રાજ કપૂરની પુત્રી સાથે રાજીવ ગાંધીના લગ્ન કરવાની ઈન્દિરા ગાંધીની ઈચ્છા પૂરી થઈ શકી નહી. રાજીવ ગાંધી અભ્યાસ અર્થે જયારે બ્રિટનની કેમ્બ્રિઝ યૂનિવર્સિટી ગયા, તો ત્યાં તેમની મુલાકાત સોનિયા માયનો (હવે સોનિયા ગાંધી) સાથે થઈ. બંનેમાં પ્રેમ થયો અને પછી તેમને ૧૯૬૮માં લગ્ન કરી લીધા.
રશીદે પોતાની પુસ્તકમાં તે પણ જણાવ્યું કે, રાજ કપૂરની પોતી અને બોલીવૂડની ફેમસ અદાકાર કરીના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પહેલી પસંદ ગણાવ્યો હતો. રાશીદે તે પણ કહ્યું કે, કથિત રીતે રાહુલે પણ કરીનાની ફિલ્મો ’ફર્સ્ટ ડે ફર્સ્ટ શો’ દેખવામા રસ ધરાવતા હતા.