હું પીએમ તરીકે જોવા માંગુ છે નહિ કે ડેટ કરવા : કરીના કપૂર

1580

ગાંધી-નહેરૂ પરિવાર એને કપૂર પરિવારના સંબધો જગજાહેર છે. હાલમાં જ કપૂર ખાનદાન એને ગાંધી પરિવારના નજીકના પત્રકાર રશીદ કિદવઈએ તેમના પુસ્તક નેતા અભિનેતાઃ બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિકસમાં ઘણા ઘટસ્ફોટ કર્યા છે.

રશીદે તેમના પુસ્તકમાં રાજકપૂરની પૌત્રી અને બોલીવુડની મશહુર આદાકાર કરિના કપૂરે ૨૦૦૨માં રાહુલ ગાંધીને પોતાની પંસદ ગણાવી હતી. તેમને આ પણ લખ્યું કે કથિત રીતે રાહુલ ગાંધી પણ કરિનાની ફિલ્મ પહેલા દિવસે પહેલાં શો જોવાનું પસંદ કરતા હતા. સિમી ગેરવાલના ચેટ શોમાં કરિનાને સવાલ કરવામાં આવ્યો હતો કોઈ એવા વ્યકિત વિશે જણાવો જેને તમે ડેટ કરવામાં માગો છે. ત્યાંરે કરિનાએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું હું ફિલ્મી ખાનદાનથી આવ્યું છું અને રાહુલ ગાંધી રાજકિય ખાનદાન માંથી આવે છે.

પરંતુ ૨૦૦૯માં કરિના કપૂરે આ નિવેદન પરથી પલટી ગયા હતા અને રાહુલના વિશે પૂછવામાં તેમને કહ્યું કે તે વાત જૂની છે.

Previous articleસલમાન ખાન સાથે કામ કરી કિસ્મત બદલાઇ ગઇ : વરીના
Next articleહું અકસ્માતે અભિનેત્રી બની ગઈ : કાજોલ