કિન્નરો દ્વારા નલી કિન્નર બનેલા શખ્સને જાહેરમાં નગ્ન કરીને ફટકારવાની ઘટના સામે આવી છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયો બાદ તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે ગાંધીનગર શહેરનાં સેકટર ૨૧ શોપીંગ વિસ્તારમાં એક શખ્સ સાડી તથા બ્લાઉઝ પહેરીને કિન્નર હોવાની ઓળખ આપીને વેપારીઓ પાસેથી પૈસા ઉઘરાવી રહ્યો હતો. જેની જાણ અસલી કિન્નરોને થતા તાબડતોબ શોપીંગમાં પહોચી ગયા હતા અને આ શખ્સને ઝડપી લઇને જાહેરમાં જ નગ્ન કરીને ખુલ્લો કરી દીધા બાદ લમધારવાનું શરૂ કર્યુ હતુ.
આસપાસથી લોકો ભેગા થઇ ગયા હતા અને નકલી તથા અસલી કિન્નરો વચ્ચેની આ ધમાલનો વીડિયો પણ ઉતાર્યો હતો.