ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરની કારોબારી યોજાઇ

1519

સ્ટ્રાફ ટ્રેનીગ કોલેજ ખાતે યોજાયેલી મહાનગરની કારોબારી માં મહાનગરના પ્રભારી પૃથ્વિરાજભાઇ પટેલ તથા પ્રભારી ટીમના સદસ્ય માજી મેયર કાનાજી ઠાકોર તથા પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા અને કારોબારીમાં અપેક્ષિત તમામા હોદ્દેદારો, કારોબારી સભ્યો આમંત્રીત સભ્યો, વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ, મહાનગર ના મોરચાના તમામ હોદ્દેદારો તથા પ્રકલ્પ વિભાગ અને સેલના તમામ કન્વીનરો આ કારોબારી માં ઉપસ્થિત રહ્યા હતા.

આગામી ૨૦૧૯ના ઇલેકશનના ભાગરૂપે પ્રદેશની કારોબારી પછી તરતજ મહાનગરની કારોબારી યોજાઇ જેમા ખાસ કરીને બુથ લેવલ સુધી થયેલા કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા થયેલા (વિકાસના) થયેલા કામોનો છેવાડાના માનવી સુધી પ્રચાર અને પ્રસાર સંગઠનના માધ્યમ થી થાય તે બાબત પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારની, જન-ધન યોજના, સૌભાગ્ય યોજના, તથા વીમા યોજના તથા રાજય સરકારની સેવાસેતુ કેમ્પ, યુવા સ્વાવલંબી યોજના, મા- અમૃતમ યોજના સ્કાય યોજના, ૧૨ ધોરણ પછી ના વિધાર્થીઓને ટેબલેટ યોજના વગેરેની સરકારની સામાન્ય માનવીના જીવનમાં મોટો બદલાવ લાવી શકે તે પ્રકારની યોજનાઓનો પ્રચાર-પ્રસાર થાય અને તેનો વધુમાં વધુ લાભ કાર્યકર્તાઓના માધ્યમથી થાય તે પ્રકારે પ્રદેશના આગેવાનો દ્વારા માર્ગદશન આપવામાં આવ્યુ હતુ સાથે સંગઠનના દરેક મોરચામા હોદ્દેદારો, વોર્ડના પ્રમુખ-મહામંત્રીઓ સંગઠનના સૌ પદાધિકારીઓ બુથ જીતવા માટે નવા-નવા કાર્યકર્તાઓને જોડવા માટેનો કાર્યક્રમ આપ્યો હતો.

આ ઉપરાત આજથી બે વર્ષ પહેલા તા.૨૯ ના રોજ સેના દ્વારા પાકિસ્તાના સાથે સર્જીકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. તે દિવસને પરાક્રમ પર્વ તરીકે ઉજવવાનુ પાર્ટી નક્કી કર્યુ હતુ તેના ભાગરૂપે યુધ્ધમાં શહિદ થયેલા જવાનોના પરીવારોનેઆ દિવસ નિમિત્તે દેશની સુરક્ષાના ભાગરૂપે શહિદ પરીવારોનો સન્માન કાર્યક્રમ રાખવામાં  આવ્યો હતો.

તેમા શહિદ જવાનઃ રાજેન્દ્રકુમાર પારેખના ધર્મપત્ની ગં સ્વઃ ક્લ્પનાબેન રાજેન્દ્રકુમાર પારેખ પુત્રઃ વિજયકુમાર, શહિદ જવાનઃ રાકેશભાઇ પ્રજાપતિ તેમના ધર્મપત્ની ગં સ્વઃ જ્યોત્સનાબેન રાકેશભાઇ પ્રજાપતિ, શહિદ જવાનઃ વિહાભાઇ ચૌધરી ધર્મપત્ની ગં સ્વઃ રાધિકાબેન વિહાભાઇ ચૌધરી પુત્રીઃ સુનિતાબેન ચૌધરી  તેમનુ સાલ ઓઢાડીનીને સન્માન કરવામાં આવ્યુ હતુ.

સાથે સાથે કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આપના ગુજરાત ના અને રાષ્ટ્રના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલની વિવાદીત ટીપ્પ્ણી કરવામાં આવી હતી. તેના અનુસંધાને અન્ય સર્કલ પાસે વિવાદિત ટીપ્પ્ણી વિરૂધ્ધ દેખાવો કરવામાં આવ્યા હતા.

Previous articleદહેગામમાં હાઉસિંગ વસાહત તેમજ આરોગ્ય કચેરી નજીક ગંદકીના ઢગ
Next articleઆલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં હાઈ ટેક સિસ્ટમ્સ મુલાકાતીઓને ગાંધીયુગમાં લઈ જશે