આલ્ફ્રેડ હાઈ સ્કૂલમાં હાઈ ટેક સિસ્ટમ્સ મુલાકાતીઓને ગાંધીયુગમાં લઈ જશે

692

રાજકોટની હેરિટેજ ઈમારત, આલ્ફ્રેડ હાઈ સ્કૂલ કે જ્યાં મહાત્મા ગાંધીએ તેમના જીવનના ૭ વર્ષ પસાર કર્યા  હતા, તેને હવે વર્લ્ડ ક્લાસ મ્યુઝિયમમાં પરિવર્તિત કરવામાં આવી છે. હાઈ ટેક ઈન્સ્ટોલેશન્સ દ્વારા ૪૦ ગેલેરીઝમાં વિસ્તરિત ‘મહાત્મા ગાંધી મ્યુઝિયમ’નો હેતુ ગાંધીવાદી સંસ્કૃતિ, મૂલ્યો અને ફિલોસોફી અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

આ સ્કૂલ માત્ર શૈક્ષણિક સંસ્થા નથી કે જ્યાં મોહનદાસ નાની વયે શિક્ષણ મેળવવા માટે જતા હતા, આ સ્કૂલ એવું સ્થળ છે જ્યાં તેમની ક્ષમતાઓ અને નબળાઈઓ વિશે તેઓ જાણી શક્યા હતા અને તેમણે ત્યાંથી જ મહાત્મા સુધીની પરિવર્તનકારી અને પ્રગતિશીલ સફર શરૂ કરી હતી, જે આપણે સૌ જાણીએ છીએ. આલ્ફ્રેડ હાઈ સ્કૂલ એ એક વિશિષ્ટ ગોથિક સ્ટાઈલની હેરિટેજ બિલ્ડીંગ વિશાળ ઐતિહાસિક અપીલ ધરાવે છે એમ મ્યુઝિયમ વિકસિત કરનારા અને દેખરેખ રાખતા વામા કમ્યુનિકેશન્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર વંદના રાજે જણાવ્યું હતું.

૨૦ મિનિટનું થ્રીડી પ્રોજેક્શન મેપિંગ દરરોજ સાંજે દર્શકો, બાળકોને બતાવવામાં આવે છે અને તેમાં બાપુ સાથે વાત કરવાની તક મળે છે અને તેમના મૂલ્યો પ્રાપ્ત કરવાનો અવસર મળે છે. મ્યુઝિયમમમાં પૂરતી જગ્યા છે કે જેમાં ફરીને મુલાકાત ગાંધીયુગની મુલાકાત લઈ શકે છે એમ તેમણે જણાવ્યું હતું. ગ્રાઉન્ડ ફ્લોર પરના હોલમાં ગાંધીજીની જીવનયાત્રા દર્શાવાઈ છે અને પ્રથમ માળ પર હાઈ ટેક મીડિયા ઈન્સ્ટોલેશન્સ દ્વારા તેમના જીવનની અનેક ઝલક પ્રતીકાત્મક રીતે રજૂ કરાઈ છે. કાળજીપૂર્વક ક્રાફ્ટ કરાયેલા આ ઈન્સ્ટોલલેશન્સ તેઓ મહાત્મા બન્યા સુધીના જીવનભરના પડકારો અને તેને કઈ રીતે તેમણે પાર કર્યા તેના વિશેનો ખ્યાલ આપે છે.

એક અલગ જ લિસનીંગ ઝોન છે જ્યાં તમે ગાંધીજીના પ્રિય ભજનો અને ભાષણો સાંભળી શકો છો અને એક ખાસ અલાયદી જગ્યાએ એક માત્ર ગાંધી કથાકાર નારાયણભાઈ દેસાઈ દ્વારા પ્રસ્તુત ‘ગાંધી કથા’ જોઈ શકો છો, સાંભળી શકો છો.

Previous articleભારતીય જનતા પાર્ટી ગાંધીનગરની કારોબારી યોજાઇ
Next articleઆજે ગાંધી જ્યંતિ : જુદા જુદા કાર્યક્રમોનું આયોજન