તેલની કિંમતોમાં જારી હાહાકાર હાલમાં જારી રહે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. હાહાકાર શાંત નહીં થાય તેવા સંકેતના કારણે સામાન્ય લોકોની ચિંતામાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો જારી રહ્યો છે. આજે પેટ્રોલની કિંમતમાં ૨૪ પૈસા અને ડીઝલની કિંમતમાં ૩૨ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. આની સાથે જ દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૩.૭૩ રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ હતી. જ્યારે મુંબઇમાં તો પેટ્રોલની કિંમત હવે લીટરદીઠ ૯૧.૦૮ સુધી ઉપર પહોંચી ગઇ છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ કહી રહ્યા છે કે જો સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાની દિશામાં કોઇ નક્કર પગલા લેશે નહીં તો સામાન્ય લોકોમાં આગામી દિવસોમાં નારાજગી વધી શકે છે અને તેના કારણે સરકારની ગણતરી ઉંઘી થઇ શકે છે.
ભાવ વધારાને લઇને સરકારની ચારેબાજુ વ્યાપક ટિકા હાલમાં થઇ રહી છે. એમ માનવામાં આવે છે કે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં હજુ વધુ વધારો કરવામાં આવી શકે છે.
તમામ શહેરોમાં ફરી એકવાર ભાવમા વધારો થતા લોકો હવે પરેશાન દેખાઇ રહ્યા છે. દેશભરમાં પેટ્રોલિયમ પેદાશોમાં વધી રહેલી કિંમતોના કારણે સરકાર અને વિપક્ષ આમને સામને છે. વિરોધ પક્ષો દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં કાપની માંગ કરવામાં આવી રહી છે. ભાવ વધારા સામેના વિરોધમાં હાલમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ ભારત બંધની હાકલ કરી હતી.પેટ્ોલ અને ડીઝલના વધતા જતા ભાવ વચ્ચે હાલમાં સરકારની વ્યાપક ટિકા થઇ રહી છે.ભાવ વધારાના કારણે હાલ વધુ નારાજગી રહી શકે છે.કિમતોમાં અવિરત વધારાનો દોર જારી રહ્યો છે. લોકોની હાલત વધારે ખરાબ થઇ રહી છે. મોદી સરકારની સામે લોકો નારાજગી પણ વ્યક્ત કરી રહ્યા છે. ભારત દ્વારા તેની ક્રૂડ ઓઇલ પૈકીની ૮૦ ટકાની આયાત કરે છે. હાલમાં ક્રૂડની કિંમત વધતા અને ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થતાં કંપનીઓ માટે ક્રૂડની આયાત મોંઘી થઇ છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારાના કારણે તમામ રાજ્યો પર દબાણ આવી રહ્યુ છે. મોદી સરકારથી મધ્યમ વર્ગ નાખુશ છે. આ વધતા જતા ભાવના કારણે મોદી સરકારને લોકસભાની ચૂંટણીમાં મોટી કિંમત ચુકવવી પડી શકે છે. કારણ કે મોટા ભાગની જીવન જરૂરી ચીજોની કિંમતમાં હાલમાં વધારો થયો છે. આના કારણે તમામ લોકોના બજેટ બગડી ગયા છે.
આગામી દિવસોમાં પણ મોંઘવારીના કારણે સામાન્ય લોકોને પરેશાન રહેવાની ફરજ પડી શકે છે. કારણ ે ક્રુડની કિંમત તો હાલમાં વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં અવિરત વધારો જારી રહેલાત સરકાર પણ ચિંતાતુર છે. જો કે પગલા લેવા માટે સરકાર તરફથી કો નક્કર ખાતરી આપવામાં આવી રહી નથી. જે લોકોને હેરાન કરે છે. ઓપેક દેશોએ ઉત્પાદન ન વધારી દેવાની વાત કર્યા બાદ ભારત સહિત દેશોના લોકોને આગામી દિવસોમાં વધારે કિંમત ચુકવવા માટે તૈયાર રહેવુ પડશે.તેલ ઉપરાંત સામાન્ય લોકોને વધુ મોટો ફટકો પડ્યો છે.