સાવરકુંડલાના લીખાળા ગામ નજીક પવનચક્કીના ખાડામાં દિપડો ખાબક્યો

1049
guj5112017-1.jpg

ગ્રામ્ય વિસ્તારોમાં પવન ચક્કીઓ મુદ્દે નામદાર હાઇકોર્ટમાં કેસો પેન્ડીંગ છે ત્યારે બૃહદ ગણાતા સિંહો ના વિસ્તારોમાં પવન ચક્કીના ખાડામાં એક દીપડો ખાબકતા વનવિભાગને જીવન જોખમે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું અને દીપડાને મહામહેનતે વનતંત્રે બહાર કાઢીને સારવાર માં ખસેડવાની ઘટના અમરેલી જીલ્લાના સાવરકુંડલાના લીખાળા ગામ નજીક બની હતી
સાવરકુંડલાનું રેવન્યુ વિસ્તારનું લીખાળા ગામે ગૌચરમાં મસમોટી પવન ચક્કીઓ ઉભી કરવામાં આવી છે. આ મેવાસા-વડાળને અડીને આવેલ આ બૃહદ ગીર ગણાતા વિસ્તારની પવન ચક્કીના અર્થિંગ આપવાના બનાવેલા ૨૦ ફૂટના ખાડામાં એક ખૂંખાર દીપડો ખાબકતા વનવિભાગ દીપડાને બચાવવા ઘટના સ્થળે દોડ્યું હતું ફક્ત ૨૦ ફૂટનો ખાડો પણ ખાડામાં કરેલ સ્લેબના ફાઉન્ડેશનને કારણે દીપડો જાતે બહાર નીકળી શકતો ન હતો અને વનવિભાગે બચાવવા માટે જીવના જોખમે વનકર્મીઓએ રેસ્ક્યુ ઓપરેશન કરી. ખાડામાં ખાબકેલ દીપડો બચવા માટે ધમપછાડા કરી દીપડાને પાંજરે પુરાવા કમર કસી હતી જેમાં બે કલાકની જહેમત બાદ વનવિભાગ સફળ થયું હતું અને દીપડો પાંજરે પુરાયો હતો જે રેસ્ક્યુ માં સાવરકુંડલા ના આર એફ ઓ પ્રતાપ ચાંદુ , સી એમ બાલાસા. વી.ડી. પુરોહિત , જે.સી. ગોસ્વામી, હુસેનભાઈ, ભીમજીભાઈ, હિમતભાઈ, શીલુભાઈ, સાગરભાઈ, ધીમનભાઈ, ત્રિકમદાસ સહિતના વન કર્મીઓ જોડાયા હતા.
આ બૃહ્‌દના ગણાતા રેવેન્યુના વિસ્તારો માં શેડ્યુલ ૧ ના સિંહ, દીપડા, ઝરખ, અજગર સહિતના અનેક વન્ય પ્રાણીઓ હોવા છતાં વન્ય પ્રાણીઓ માટે ઘાતક સાબિત થતી પવન ચક્કીઓ આ વિસ્તારો માં ખડકાઈ ગઈ છે સિંહોના વિસ્તારો માં ખડકાયેલી પવન ચક્કીઓ સિંહો માટે ખતરો સાબિત થવાની સંભાવના વધુ જોવા મળી રહી છે ત્યારે વનવિભાગ પણ દીપડાને બચાવીને સિંહો સાથેના શેડ્યુલ-વન ના વન્ય જીવો અંગે ચિંતિત બનીને આર.એફ.ઓ.એ પ્રતાપ ચાંદુ એ જણાવ્યું હતુ કે, ગીર ના કોરીડોર માંથી નીકળતો આ લામધાર વિસ્તાર માં ૮ થી ૯ સિંહો છે સાથે વન્ય જીવો નો ગીર થી લઈને છેક ભાવનગર સુધીનો કોરીડોર માં સિંહો માટે પવન ચક્કી આગામી દિવસોમાં નુકશાન કરે તેવી દહેશત વનતંત્ર વ્યક્ત કરી રહ્યું છે ત્યારે દીપડા ને બચાવીને વનવિભાગે હાશકારો અનુભવી લીધો છે પણ સિંહો બચાવવા માટે સરકાર દ્વારા આવી ઘાતક પવન ચક્કીઓ ક્યારે હટાવશે તેતો સમય જ કહેશે.

Previous articleવીવીપેટની જાણકારી સાથેનો રથ રાજુલાના ગામડાઓમાં ફરશે
Next articleવરતેજમાં બેટી બચાવો થીમની રંગોળી