LPG સિલિન્ડરની કિંમત ૧૦૦ રૂપિયા સુધી ઘટે તેવા સાફ એંધાણ

1329

તીવ્ર મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકોને ટૂંકમાં જ રાહત મળી શકે છે. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર એલપીજીમાં લોકોને મોટી રાહત આપી શકે છે. એલપીજી સબસિડીમાં નજીકના ભવિષ્યમાં ૩૦ ટકાનો ઘટાડો કરવાના પ્રયાસમાં સરકાર રહેલી છે. આના ભાગરુપે મિથેનોલ ભેળવીને એલપીજી રજૂ કરવામાં આવશે. આમ કરવાના પરિણામ સ્વરુપે એલપીજીના એક સિલિન્ડર પર ૧૦૦ રૂપિયાની રાહત મળી શકે છે. એટલે કે એલપીજી સિલિન્ડર ૧૦૦ રૂપિયા સુધી સસ્તું થઇ શકે છે. સરકાર આ દરમિયાન કોલસાથી મિથેનનુ ઉત્પાદન કરવા પર પણ ભાર મુકી રહી છે. નાણાંકીય વર્ષ ૨૦૧૯ના બજેટમાં અંદાજ મુકવામાં આવ્યો હતો કે એલપીજી સબસિડી ૨૦૦૦૦ કરોડથી વધારેની રહેશે. સરકારે મિથેન ઉત્પાદન માટે કેટલીક ખાસ કોલસા ખાણની ફાળવણી કરી છે. આ પહેલા નીતિ આયોગે દેશ માટે એક મિથેનોલ ઇકોનોમી માટે રોડમેપ રજૂ કરીને કેટલીક નવી બાબતોનો ખુલાસો કર્યો હતો. જેમાં ઓટોમોટિવ અને હાઉસહોલ્ડ સેક્ટર બંને પર ભાર મુકવામાં આવ્યો હતો. આનો મુખ્ય હેતુ ભારતના વધતા તેલ આયાત બિલને ઘટાડી દેવાનો રહ્યો છે. એક સિનિયર અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે નીતિ આયોગની દેખરેખ હેઠળ આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ ૨૦ ટકા મિથેનોલને એલપીજીમાં મિક્સ કરવામાં આવનાર છે. અન્ય દેશોમાં પણ આવુ કરવામાં આવે છે. આ સંબંધમાં નિર્ણય હાલમાં જ નીતિ આયોગ અને કેન્દ્રય પ્રધાન નીતિન ગડકરીની વચ્ચે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલમાં તમામ એલપીજી ગ્રાહકોને માર્કેટ કિંમત પર તેને ખરીદવા માટેની ફરજ પડે છે.

જો કે સરકાર પ્રતિ પરિવારને દર વર્ષે ૧૪.૨ કિલોગ્રામના ૧૨ સિલિન્ડરો પર સબસિડી આપે છે. સબસિડીની આ રકમ સીધી રીતે ગ્રાહકના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. સબસિડીની આ રકમ એરેજ ઇન્ટરનેશનલ બેન્ચમાર્ક એલપીજી રેટ અને ફોરેન એક્સચેંજ રેટમાં ફેરફારના આધાર પર બદલાતી રહે  છે. આંતરરાષ્ટ્રીય કિંમત વધી જવાની સ્થિતીમાં સરકાર વધારે સબસિડી આપે છે. ઓગષ્ટમાં પ્રતિ સિલિન્ડર સબસડીની કિંમત ૨૯૧.૪૮ રૂપિયા હતી. જ્યારે જુલાઇ મહિનામાં સબસિડી ૨૫૭.૭૪ રૂપિયા હતી. ભારતમાં એલપીજીનો ઉપયોગ દર મહિને આશરે ૨૦ લાખ ટનની આસપાસ છે. છેલ્લા ૫૬ મહિનાના ગાળામાં આમા સતત વધારો થઇ રહ્યો છે. દેશમાં આની માંગ પૈકી અડધાથી વધુુ માંગની પૂર્તિ આયાત મારફતે કરવામાં આવે છે. નીતિ આયોગના મિથેનોલ ઇકોનોમી રોડમેપ મુજબ દેશમાં જો પરિવહન અને કુકિંગમાં ૧૫ બ્લેંડેડ ફ્યુઅલનો ઉપયોગ થશે તો વર્ષ ૨૦૩૦ સુધી ક્રૂડ આયાતમાં ૧૦૦ અબજ ડોલર વાર્ષિકનો ઘટાડો થઇ શકે છે. યોજના એ છે કે, સરળતાથી ઉપલબ્ધ ઓછી ગુણવત્તાના કોલસા અને અન્ય જૈવિક સંશાધનોથી મિથેનોલ બનાી શકાય છે. મિથેનોલની સિન્થેટિકની મેન્યુફેક્ચરિંગ પહેલાથી જ ચાલે છે. કોલસાના ઉત્પાદન પર આવનાર દિવસોમાં મિથેનોલની માંગ પૂર્ણ કરી શકાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ કોલસાથી મિથેનોલના કોમર્શિયલ પ્રોડક્શન માટે પુણે, હૈદરાબાદ, ત્રિચીમાં ૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચથી સંશોધનની પ્રક્રિયા ચલાવી રહી છે. પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં મિથેનોલના કોમર્શિયલ પ્રોડક્શન માટે પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે.

Previous articleIL&FS મેનેજમેન્ટ પર આખરે સરકારનો કબજો : નવું બોર્ડ રચાયું
Next articleભાવનગર તાલુકા કોંગ્રેસ પ્રમુખની વરણી