મહુવાનાં ગાંધીબાગ પાસેથી મોબાઈલની ચોરી કરનાર પાલીતાણાના શખ્સને એલ.સી.બી.ટીમે ઝડપી લીધો હતો.
ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો પાલીતાણા ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પાલીતાણા,બસ સ્ટેન્ડ પાસે આવતાં પો.હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, પાલીતાણા, આંબેડકર ચોક, દિગમ્બર ધર્મશાળા પાસે અગાઉ ચોરીમાં પકડાયેલ અગુભાઇ મથુરભાઇ વાઘેલા ચોરીનાં મોબાઇલ ફોન લઇ વેચાણ કરે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અગુભાઇ મથુરભાઇ વાઘેલા ઉ.વ. ૨૪ રહે. પચાસ વારીયા,શકિતનગર, પાલીતાણાવાળા પાસેથી રેડમી કંપનીનો મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-નો મળી આવેલ. જે અંગે તેની પાસે આધાર-બિલ માંગતાં નહિ હોવાનું જણાવેલ.તેણે ઉપરોકત મોબાઇલ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી તેને પાલીતાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઇસમની ઉપરોકત મોબાઇલ બાબતે પુછપરછ કરતાં આ મોબાઇલ તેણે મહુવા,ગાંધી બાગ પાસેથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ.