અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ દ્વારા મીતીયાળા ગામે સ્વચ્છતા અભિયાનમાં ગ્રામ સફાઈ અંતર્ગત મીતીયાળા ગ્રામ પંચાયત, પ્રાથમિક શાળાના સહયોગથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાયા. મામલતદાર અને કંપનીના અધિકારી જોડાયા હતા.
અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ વેલફેર ફાઉન્ડેશન મીતીયાળા ગ્રામ પંચાયત અને પ્રાથમિક શાળાના સહયોગથી મહાત્મા રાષ્ટ્રપિતા ગાંધીજીની ૧પ૦મી જન્મજયંતિ નિમિત્તે ગ્રામ સફાઈ સ્વચ્છતા અભિયાન યોજાયું. જેમાં મામલતદાર ચૌહાણ કંપનીના અધિકારી બાબુ રાયલી (કન્ટ્ર્કશન હેડ માઈન્સ), દિલીપ મિશ્રાજી એચઓડી, ગીરીશ મલ્હોત્રાજી એચઓડી, તાલુકા વિકાસ અધિકારી એચ.ડી. વાઢેર, ગ્રામ પંચાયત સરપંચ ચંદુભાઈ બાંભણીયા, કાળુભાઈ ઉપસરપંચ, મગનભાઈ ત.ક. મંત્રી પ્રતાપભાઈ, જગુભાઈ, ચોથભાઈ તેમજ શાળાના આચાર્ય બળવંતભાઈ, રાઘવભાઈ, વિનોદભાઈ, રશ્મીબેન, હીનાબેન, ભારતીબેન, રસીલાબેન, અનસુયાબેન સહિત ગ્રામ સફાઈ અભિયાનમાં જોડાયાને ઉત્સાહપૂર્વક ભાગ લીધો તેમજ ગામમાં જન જાગૃતિ માટે ભવ્ય રેલીનું પણ આયોજન કરાયું તેમજ વિવિધ કાર્યક્રમોમાં સ્વચ્છતા વિશે નાટક તેમજ મામલતદાર ચૌહાણ દ્વારા સ્વચ્છતા વિશે ગામ લોકો સહિત પ્રતિજ્ઞા પણ લેવડાવી કે ગ્રામ સ્વચ્છતા, સ્કુલ સ્વચ્છતા, શરીર સ્વચ્છતા સહિતની વિગતપૂર્વક જાણકારીઓ અપાઈ. આ કાર્યક્રમને સફળ બનાવવા વેલફેર ફાઉન્ડેશન નર્મદા સિમેન્ટ, ગ્રામ પંચાયત કચેરીના તમામ સદસ્યો શાળાના તમામ શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ.