દાઠા પોલીસમાં એસએસઆઈ દવેભાઈના નામથી આમા પંથકમાં ઓળખાતા જોગેશ્વરભાઈ રીટાયર્ડ થતા મહુવા ડીવાયએસપી સ્ટાફ બગદાણા પીએસઆઈ દાફડા તળાજા, મહુવા, બગદાણા અને દાઠા પોલીસ સ્ટાફ પંથકના સરપંચો તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં ગોપનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં વિદાય સમારંભ યોજાયો હતો અને સન્માન કરવામાં આવ્યું હતું. બગદાણા પીએસઆઈ શાલ ઓઢાડી સન્માન કરેલ દાઠા સ્ટાફે માતાજીની મુર્તિ અને તલવાર મોમેન્ટ આપી સન્માન કરેલ દાઠા પીએસઆઈ ગોહિલ જણાવ્યું હતું કે જોબ પર હોવાથી પરિવાર સાથે સમય ન ફાળવાયો તે પરિવાર સાથે રહીને સમય આપો જીવસસુખ જ્ઞાતીમય નિવ્ડે તેવી શુભકામના પાઠવી હતી. બગદાણા પીએસઆઈ દાફડાએ જણાવ્યું હતું કે ગવરમેન્ટ જોબ કોઈપણ હોય કર્મચારી કોઈ પણ હોય પણ પહેલી આંગળી પોલીસ પર જ ચિંચાઈ છે. પણ લાઈફમાં ખોટા કામો ના કરવા પછી આરોપી કોઈપણ હોય અને દવેભાઈએ નોકરીમાં કયારેય કાળો દાગ ન લાગવા દીધો તેના માટે શુભેચ્છા આપી સન્માન કરેલ દવેભાઈ મુળ સિહોર પાસેના દેવગણાના વતની છે. પ્રથમ પોસ્ટીંગ ૧૯૮૦માં સાવરકુંડલા થયું હતું. ત્યાર બાદ વલ્લભીપુર મહુવા, બગદાણા ,મહુવા વરતેજ અને છેલ્લા દાઠા નિવૃત્ત થયા તેમના જણાવ્યા મુજબ કયારેય ખોટી રીતે સી.એલ. મુકવી નથી પડી અને કયારેય ખુલાસા નહે કરવા પડ્યા કે ઉપરી અધિકારીનો ઠપકો નથી સાંભળવો પડ્યો વધુમાં જણાવ્ય્ કે એલસીબી, સીઆઈડીમાં ગાંધીનગર અને ભાવનગરમાં નોકરી કરી છે તો અનુભવ પણ છે. કયારેય કોઈ પણને કાઈ પણ કામ હોય તો એક ફોન કરશો હું નોકરીમાંથી રીટાયર્ડ થયો છું. પોલીસમાંથી નહીં પોલીસ કયારેય રીટાયર્ડ નથી થતો તમામ સ્ટાફે સન્માન કરેલ.