ભાવનગર જીલ્લાની એક માત્ર અને વર્ષો જુની, આયુર્વેદિક હોસ્પિટલ તાપીબાઈ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધામાં ધોર બેદરકારી દાખવવામાં આવે છે. જેના કારણે દર્દીઓ તથા તેમના સગાઓને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે.
ભાવનગર શહેરના એસ.ટી. બસ સ્ટેશન નજીક આવેલી તાપીબાઈ આયુર્વેદી હોસ્પિટલમાં છેલ્લા કેટલાએ સમયથી અપુરતા અને ઓછા સ્ટાફના કારણે દર્દીઓની સુવિધાનો અભાવ દેખાઈ રહ્યો છે. સ્ટાફના અભાવે સફાઈ ઉપરાંત પ્રાથમિક સુવિધાના કામો દર્દીઓને તથા તેના સગાઓને જાતે કરવા પડે છે.
બેડ ઉપર પાથરવાની ચાદરો પણ ત્રણ-ચાર દિવસે ધોવા લઈ જવાય છે અને બદલાવવી પણ દર્દીઓને જાતે જ પડે છે. આવી ચાદરો ધોવાઈ અને આવ્યા બાદ ખેરાત અપાતી હોય તેમ દર્દીઓના બેડ ઉપર ઘા કરીને આપવામાં આવે છે. જયારે લાંબા સમયથી લેબોરેટરી પણ બંધ હોવાનું દર્દીઓએ રોષપુર્વક જણાવ્યું હતું.