ભાદરવા માસે તાપમાન ૩૭ ડીગ્રીને પાર થયું

1234

ભાવનગર શહેરમાં છેલ્લા ૩દિવસથી તાપમાનો પારો ૩૭ ડિગ્રીને પાર થતા લોકો આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે.

ભાવનગર શહેર જિલ્લામાં આ વર્ષ ચોમાસુ નબળું રહ્યું છે. વરસાદની મોટા પ્રમાણાં ઘટ રહેવા પામી છે ત્યારે ભાદરવા માસના ૧પ દિવસ પુર્ણ  થઈ ચૂકયા છે. અને ચોમાસાની સત્તાવાર વિદાઈ પણ થઈ ગઈ છે. એવા સમયે શિયાળાનો મંદગતિએ પ્રારંભ થવો જોઈએ પરંતુ ઋતુ ચક્રનું શિર્ષાસન હોય તેમ શિયાળાના બદલે લોકો ફરિ એકવાર આકરા ઉનાળાનો અનુભવ કરી રહ્યા છે. ત્રણ દિવસથી તાપમાન ૩૭ ડીગ્રીને પાર પહોંચતા દિવસ દરમ્યાન અંગે દઝાડતી ગરમી સાથે આકરા તાપને લઈને લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે પવનની ઝડપ ઘટના તીવ્ર બફારો પણ અનુભવાઈ રહ્યો છે. આ ગરમીથી રાહત મળે તેવા હાલ કોઈ એંધાણ વર્તાઈ નથી રહ્યાં.

Previous articleરાસ ગરબા સ્પર્ધામાં કલાપથ વિજેતા
Next articleસ્વાઈન ફલુથી વધુ એક દર્દીનું મોત કુલ આંક ૬ થયો