સ્વાઈન ફલુથી વધુ એક દર્દીનું મોત કુલ આંક ૬ થયો

1059

સ્વાઈફનલુના રોગચાળાએ સ્વાઈફનલુથી મોતને ભેટલાની સંખયા ૬ થઈ છે. ખાનગી તથા સરકારી હોસ્પિટલમાં કુલ મળીને ૧૭ વ્યકિતઓ સારવાર લઈ રહ્યા છે.

શહેરના નવાપરા વીસ્તારમાં રહેતી એક ૩પ વર્ષીય પરણિતાને ગત તા. ર૮-૯ના રોજ સ્વાઈન ફલુના શંકાસ્પદ લક્ષણો સાથે સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેનો રીપોર્ટ પોઝીટીવ આવતા ટ્રોમા સેન્ટર સ્થીત સ્વાઈફનલુ વોર્ડમાં સઘન સારવાર આપવામાં આવી રહી હતી જેનું આજરોજ બપોરના સમયે સારવાર દરમ્યાન મોત નિપજતા આ સિઝનમાં સ્વાઈનફલુથી મોતને ભેટનારાની સંખ્યા ૬ની થઈ છે. સર.ટી. હોસ્પિટલ સત્તાવાળાના જણાવ્યા અનુસાર સ્વાઈનફલુ વોર્ડમાં ૧૩ દર્દીઓનો રીપોર્ટ પોઝીટીવ આવતા ઘનિષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. જયારે ૩ દર્દીઓના લક્ષણો શંકાસ્પદ હોય તેમના રીપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.

આ ઉપરાંત ખાનગી હોસ્પિટલીમાં ૩ દર્દીઓને સ્વાઈનફલુની સારવાર આપવામાં આવી રહી હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ ૩ દર્દીઓ પૈકી ૧ વ્યકિતની હાલત અત્યંત નાજુક હોવાનું પણ જાણવા મળ્યું છે. આમ હાલ કુલ ૧૭ વ્યકિતઓ સ્વાઈનફલુની સારવાર હેઠળ છે. દરરોજ નવા દર્દીઓની સંખ્યામાં ઉમેરો  થઈ રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં ૩ દર્દીઓની હાલત સુધરતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

સ્વાઈનફલુના રોગમાં સાવધાની જ શ્રેષ્ઠ બચાવ
દર વર્ષે સમગ્ર રાજય સાથો સાથ ભાવનગર શહેર જીલ્લામાં સ્વાઈનફલુનો પગ પેસારો થાય છે. જેમાં વૃધ્ધો, મહિલાઓ અને બાળકો આ રોગનો સરળતાથી શિકાર છે. હવાના સંસર્ગ થકી ફેલાતા આ રોગ સામે રક્ષણ મેળવવા આદીકાળથી પ્રચલીત આયુર્વેદની વિવિધ ઔષધિઓ અકસીર ઈલાજ સાબીત થાય છે. સ્વાઈનફલુના વાઈરસનો નાશ તુલસી, કપુર, કપુર કાચલી, હળદર, સુંઠ, મીર સહિતના ગરમ તારસીના પદાર્થો શ્રેષ્ઠ પરિણામ આપે છે. આથી હાલ જો શકય હોય તો ભીડભાડ વાળા સ્થાનો પર જ વાનું ટાળવું ખાસી, છીંક ખાતી વેળા મોં આડે રૂમાલ રાખવો શરદી, તાવ જેવા લક્ષણો જણાયે તાત્કાલ સારવાર લેવી લોકો વ્યકિતગત આરોયને જેટલા સભાન રહેશે તેટલો બચાવ થશે.

Previous articleભાદરવા માસે તાપમાન ૩૭ ડીગ્રીને પાર થયું
Next articleમહુવાના ધારાસભ્ય અને જિ.પં. પ્રમુખ ‘લોકસંસાર’ની મુલાકાતે