મહુવાના ધારાસભ્ય અને જિ.પં. પ્રમુખ ‘લોકસંસાર’ની મુલાકાતે

2052

ભાવનગર અને ગાંધીનગરથી પ્રસિધ્ધ થતા ‘લોકસંસાર’ દૈનિકના ભાવનગર કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આજે મહુવાના ધારાસભ્ય આર.સી.મકવાણા તથા જિલ્લા પંચાયતના પ્રમુખ વકતુબેન મકવાણા સહિત ટીમના સભ્યો આવ્યા હતાં.

‘લોકસંસાર’ દૈનિકના વાધાવાડી રોડ, સુરભીમોલ સ્થિત કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આજે મહુવાના ભાજપના ધારાસભ્ય આર.સી.મકવાણા તથા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ વક્તુબેન મકવાણા, ઉપપ્રમુખ બી.કે.ગોહિલ, કારોબારી સમિતિના ચેરમેન ગૌત્તમભાઈ ચૌહાણ, ભાદાભાઈ મકવાણા સહિત આવ્યા હતાં અને મહુવા તથા ભાવનગર જિલ્લાના વિકાસની વાતો મુકત મને કરી હતી. જિલ્લામાં રસ્તા, ગટરના કામે ખુબ જ થયા છે અને હજુ કેટલા ચાલી રહ્યા હોવાનું જણાવવા ઉપરાંત વિકાસ માટે અલગથી સરકારની ગ્રાંટ આવતી હોય સભ્યો પોતાના વિસ્તારમાં સ્થાનિક કામો પોતાની ગ્રાંટમાંથી કરાવી શકે છે.

ધારાસભ્ય, જિ.પં.પ્રમુખ સહિત આગેવાનોને ‘લોકસંસાર’ના મેનેજીંગ તંત્રી મુન્તઝીર સીદાતર, નિવાસી તંત્રી નરેન્દ્ર ચુડાસમા પ્રતિનિધિ ભુપતભાઈ દાઠીયા સહિતે આવકાર્યા હતાં.

Previous articleસ્વાઈન ફલુથી વધુ એક દર્દીનું મોત કુલ આંક ૬ થયો
Next articleવિદ્યાર્થીઓએ વાહન ચલાવવા બાબતે ટ્રાફિક પોલીસે શાળાઓને સુચના આપી