ભાવનગર ટ્રાફીક શાખા દ્વારા શાળાઓને સુચના આપી છે કે વિદ્યાર્થીઓ ગાડી ચલાવતા પકડાશે તો વાલી પર દંડ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. જે સુચના શાળાના નોટીસ બોર્ડ પર લગાવવી.
શહેરના ટ્રાફીક શાખાના પી.આઈ. વારોતરીયાએ આજરોજ પત્રકાર પરિષદ બોલાવી માહિતી આપી હતી કે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ટુ વિલર કે ગેયરવાળુ બાઈક ચલાવવા બાબતે શાળાઓ દ્વારા નોટીસ બોર્ડમાં સુચના લગાવવામાં આવે કે જો કોઈ વિદ્યાર્થી સ્કુટર કે બાઈક ચલાવતાં પકડાશે તો તેના વાલીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે ટ્રાફીક શાખા દ્વારા તમામ વાલીઓને સુચના આપવામાં આવી છે.