પાલિતાણા તાલુકા મધ્યાહન ભોજન એસો. દ્વારા મામલતદારને આવેદન આપ્યું

1112
bvn1152017-2.jpg

પાલિતાણા તાલુકાના મધ્યાહન ભોજન એસોસીએશન દ્વારા તેમની અનેક માંગણીઓને લઈને પાલિતાણા મામલતદાર કે .કે.પંડયાને આવેદનપત્ર પાઠવ્યું હતું.  ગુજરાત રાજય સરકાર મધ્યાહન ભોજનના કર્મચારી મંડળીની તા. ૧ર-૧૦-ર૦૧૭ના રોજ ધરણાનો કાર્યક્રમ હતો તે જ દિવસે અમોને સરકાર દ્વારા નવા મેનુ આપવામાં તો આવ્યા પણ તેનો પુરતો જથ્થો તેલ વાસણ તેમજ સમયને ધ્યાનમાં લઈને લઘુત્તમ વેતન મુજબ પગાર આપવામાં આવે તેવી માંગણી ગુજરાતના મુખ્યમંત્રીને આપવામાં આવેલ પરંતુ અમારી કોઈપણ માંગણીઓ સરકારે સ્વીકારેલ નથી તેમજ મેનુ પ્રમાણે અનાજના જથ્થા અંગે પણ કોઈ જોગવાઈ થયેલ ન હોય તે અંગે ગુજરાત રાજય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે લીધેલ નિર્ણયની સાથે પાલિતાણા તાલુકા – શહેર મધ્યાહન ભોજન સંચાલક મંડળ આ નિર્ણય સાથે છીએ.
તેમજ માંગણીઓનો સરકાર દ્વારા સ્વીકાર ન કરવામાં આવે ત્યાં સુધી પાલિતાણા તાલુકાના તમામ મધ્યાહન ભોજન કેન્દ્ર બંધ રહેશે નોંધ સાથે મામલતદાર પંડયાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. 

Previous articleઅંબાજી પદયાત્રા કરી આવનાર સિહોરના અજય શુક્લનું સન્માન
Next articleઆંતર કોલેજ હોકી સ્પર્ધામાં નંદકુંવરબા કોલેજ ચેમ્પિયન