સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવનાર અભિનેત્રી અને મોડલ એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષમાં જ રજૂ કરવામાં આવનાર છે. એમીના ચાહકો માટે સારા સમાચાર છે. એમી જેક્સનની આ વર્ષે જે ફિલ્મ પહેલા રજૂ કરવામાં આવનાર છે. તેમાં વિલન ફિલ્મનો સમાવેશ થાય છે. કન્નડ ભાષાની આ ફિલ્મમાં તે મુખ્ય અભિનેત્રી તરીકેની ભૂમિકામાં નજરે પડનાર છે. તેની પાસે અન્ય એક મોટી ફિલ્મ પણ છે જેમાં ટુ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે રજનિકાંત અને અક્ષય કુમાર જેવા બે સ્ટાર કામ કરી રહ્યા છે. આ ફિલ્મ ૨૯મી નવેમ્બરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. જ્યારે વિલન નામની ફિલ્મ ૧૮મી ઓક્ટોબરના દિવસે રજૂ કરવામાં આવનાર છે. એમીએ ટ્વીટ કરીને કહ્યુ છે કે તે પોતાના તમામ ચાહકોને કહેવા માંગે છે કે તે છેલ્લા કેટલાક સમયથી કેનેડામાં હતી. છેલ્લા બે સપ્તાહ સુધી તે ત્યાં રોકાઇ હતી. તમામ લોકો સારી રીતે જાણે છે કે એમી જેક્સને પોતાની કેરિયરની શરૂઆત ંમોડલિંગ મારફતે કરી હતી. મોડલિંગમાં ઉલ્લેખનીય સફળતા મેળવી લીધા બાદ તે બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. બોલિવુડમાં તે કેટલીક મોટી ફિલ્મમાં કામ કરીચુકી છે. હાલમાં ભારતના સૌથી મોટા સ્ટાર પૈકી એક રજનિકાંત સાથે તે ટુ ફિલ્મમાં કામ કરી રહી છે.જે રોબોટ ફિલ્મની સિક્વલ ફિલ્મ છે. જેમાં તેની સાથે અક્ષય કુમાર પણ રહેશે. રજનિકાંત સાથે ફિલ્મ મળી ગયા બાદ તે ખુબ ખુશ દેખાઇ રહી છે. તેની કેરિયર આ ફિલ્મના કારણે ઝડપથી આગળ વધી શકે છે. એમી જેક્સન ભારે આશાવાદી બનેલી છે. એમી જેક્સન ખુબ શાનદાર રોલ કરવા માટે આશાવાદી છે. એમી જેક્સનની બે ફિલ્મો આ વર્ષમાં જ રજૂ કરવામાં આવનાર છે. એમીના ચાહકો માટે સારા સમાચાર છે.