કલેકટર કચેરીની બહાર જ દુર્ગંધ મારતી અને ઉભરાતી ગટરમાંથી નીકળતું પાણી રોડ ઉપર ફરી વળે છે. કલેકટર કચેરીની મુલાકાતે આવેલા તમામ લોકોને આ દુર્ગંધ મારતી ગટરો પરેશાન કરે છે. છતાં તંત્ર ખુદ કલેકટર ઓફીસની સામેની ગટરનો ઉકેલ લાવી શકતી નથી. વળી ગટરની સામે જ ગંદકીથી બચવાના અને સ્વાઈન ફલુથી રક્ષણ મેળવવાના બેનરો લગાવવામાં આવ્યા છે. છતાં આ વિરોધાભાસ બહેરા અને આંધળાા તંત્રને દેખાતો કે સંભળાતો નથી.