સમગ્ર વિશ્વએ ગાંધી વિચારધારાને સ્વીકારી : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

1108

મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે આજે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ગાંધીનગરના જિલ્લાના શિક્ષકોએ ખાદી ગ્રામદ્યોગ ભવન, સેકટર-૧૬ ગાંધીનગર ખાતેથી ખાદીના વિવિધ વસ્ત્રોની અને અન્ય ખાદીના કપડાની ખરીદી કરી હતી.

આ પ્રસંગે શિક્ષણ મંત્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે, આજથી ૧૫૦ વર્ષ પહેલા મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો. આજના દિવસે કોઇ વ્યક્તિ નહી, પણ યુગનો જન્મ થયો હતો. સમગ્ર વિશ્વએ ગાંધીની વિચારધારાનો સ્વીકાર કર્યો છે. આપણી આઝાદીની લડત સમયે પ્રતિકરૂપે ચરખો હતો. ચરખો કાંતિ ને લોકો ખાદીના વસ્ત્રો પહેરે તથા વણાટ કામ કરતાં લોકોને રોજગારી મળતી હતી. ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી તરીકે મેં રાજ્યના શિક્ષકગણને એક દિવસ ખાદી પહેરવાનો અનુરોધ કર્યો હતો. જેની ફલશ્રૃતિ રૂપે દર મંગળવારે શિક્ષકો ખાદી પહેરે છે. જેનાથી રૂપિયા ૩ કરોડ ૫૦ લાખ જેટલી ખાદીની ખરીદીમાં વધારો થયો છે. ખાદીની માંગ વધશે તો ઉત્પાદન વધુ કરવું પડશે. જેથી આ ક્ષેત્રેમાં રોજગારી પણ વધશે. ગાંધી જયંતિ નિમિત્તે આજે રાજયના ૧૩ જિલ્લાઓમાં અંદાજે ૪૦ લાખ જેટલા રૂપિયાની ખાદીની ખરીદી થઇ હોવાનું પણ જણાવ્યું હતું.

Previous articleતાલુકા ભાજપ દ્વારા રાયસણ ખાતે ગાંધી જયંતિ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમો યોજયા
Next articleસર્વ ધર્મ પ્રાર્થના અને એસ.ટી. ડેપોમાં સફાઈ કાર્યક્રમ યોજાયો : મનસુખ માંડવીયા પણ જોડાયા