ભાજપના કાર્યકરો દ્વારા પણ સફાઈ કાર્યક્રમનું આયોજન કરાયુ

781

ગાંધીનગર મહાનગર ભાજપા દ્વારા ૨જી ઑક્ટોબરના રાષ્ટ્રપિતા પરમ પુજય મહાત્મા ગાંધીબાપુની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ગાંધીનગરના વોર્ડ ન. ૫, ના પાટનગર યોજના ભવન, સેક્ટરઃ ૧૬ ખાતે ગાંધીનગર મહાનગર ભા.જ.પ. દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધી જયંતિની ઉજવણીના ભાગરૂપે કેન્દ્રીય પરિવહન મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવીયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં પૂજ્ય બાપુને પ્રિય એવા ખાદી ખરીદી તેમજ સ્વછતા અભિયાન નો કાર્યક્રમ યોજાયેલ.

જેમાં વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય શંભૂજી ઠાકોર,  મહાનગર ભા.જ.પ. ના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, ડેપ્યુટી મેયર દેવેન્દ્રસિંહ ચાવડા, પૂર્વ ગુડા ચેરમેન આશિષભાઈ દવે, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા સહિત સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કાઉન્સિલરો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

ગાંધીનગર મહાનગર પાલિકાના એસ. આઇ.સહિત સફાઈ કામદારોએ પણ સુંદર સેવા પૂરી પાડેલ હતી.

Previous articleભડકેલા બાંગ્લાદેશી હેકર્સે વિરાટ કોહલીની વેબસાઈટ હેક કરી
Next articleવણકર સમાજ દ્વારા જમીન મેળવવા પ્રતિક ઉપવાસ કરાયા