આદેશ : તમામ શાળાઓ-શિક્ષકોની નોંધણી ઉપરાંત કયો વિષય અને કેટલું ભણાવે તે પણ નોંધવું પડશે

854

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ શાળાઓની નોંધણી ફરજિયાત કરવાનો નિર્ણય શિક્ષણ બોર્ડે લીધો છે. જેમાં કામ કરતા શિક્ષકો કયો વિષય લે છે અને કેટલું ભણાવે છે તે પણ નોંધવું પડશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પરિક્ષાના આવેદનપત્રો ભરતા પહેલા તમામ શાળાઓને આ આદેશ કરવામાં આવ્યો છે. જે શાળાઓ જૂની છે તેઓએ પોતાની માહિતી અપડેટ કરવા માટે નોંધણી કરાવવાની રહેશે જ્યારે જે શાળાઓ નવી છે તેઓએ પુનઃ નોંધણીર્ હઙ્મૈહી કરવી પડશે જેમાં શાળાએ ઇમેલ એડ્રેસ પણ આપવું પડશે જેના પર બોર્ડ દ્વારા પાસવર્ડ મોકલી આપવામાં આવશે શાળાના સરનામામાં કોઈ ફેરફાર થયો હોય તો તેની પણ જાણ કરવી પડશે આ ઉપરાંત શાળાઓએ વિદ્યાર્થીઓની સંખ્યા પણ અચૂક બતાવવાનો આદેશ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે.

Previous articleપાણી મુદ્દે સત્યાગ્રહ કરવાની ફરી એકવાર ચેતવણી આપી
Next articleરાજ્યભરમાં સ્વાઇન ફ્લુના આંતકથી લોકોમાં ભારે ભય : છેલ્લા ૨૪ કલાકમાં ૬૮ નવા કેસ સપાટીએ