રાજ્ય સરકાર દ્વારા આયોજીત ખેલમહાકુંભ-ર૦૧૮માં મહુવાની બેલુર વિદ્યાલયમાં બાળકોએ ભાગ લઈ ઉત્કૃષ્ઠ દેખાવ કરી તાલુકા કક્ષાએ વિજેતા જાહેર થઈ હતી. તાજેતરમાં મહુવા તાલુકામાં ખેલમહાકુંભ-ર૦૧૮માં મહુવાની બેલુર વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ચેસ સ્પર્ધામાં કાર્તિક પુરોહિત, બીજા ક્રમે બહેનોમાં અમિન નૈયા, પ્રથમ ક્રમે ઉષા નાક્ક, બીજા ક્રમે બારૈયા વૃત્તિ, ત્રીજા ક્રમે તથા યોગાસન સ્પર્ધામાં પ્રિતી મકવાણા તથા મીત બહેતા અને એથ્લેટીક્સ સ્પર્ધામાં બ્રોડ જમ્પમાં દ્રષ્ટિ રાવલીયા, બીજા ક્રમે તથા મહિમા કળસરીયા, ત્રીજા સ્થાને વિજેતા જાહેર થયા હતા. ચક્ર ફેંકમાં ચકુ મકવાણા બીજા ક્રમે રાવળ હર્ષ પ્રથમ ૪૦૦ મીટર દોડમાં વાયલુ રાકેશ, બીજા સ્થાને ર૦૦ મીટર દોડમાં માણીયા યશ, બીજા સ્થાને રહ્યા હતા. આ ઉપરાંત વાઘમશી દેવરાજ તથા અન્ય વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી બેલુર વિદ્યાલય તથા મહુવાનું ગૌરવ વધાર્યુ હતું.