પાલિતાણા પંથકમાં ગાંધી જન્મ જયંતિની ઉજવણી કરાઈ

1038

પાલીતાણા તાલુકાની મોટી પાણીયાળી કલસ્ટરની તમામ પેટા શાળા જેવી કે મોટી પાણીયાળી કે.વ.શાળા તથા માંડવડા ૧ શાળા તથા માંડવડા ૨ શાળા તથા અનિડા ડેમ શાળા તથા લાખાવાડ પ્રા.શાળા તથા માઇધાર પ્રા.શાળામાં આજે ૨ ઓક્ટોમ્બરના રોજ ૧૫૦ મી  “ગાંધી જયંતિ” દિનની ઉજવણી કરવામાં આવી..જેમાં શાળામાં સ્વચ્છતાના સંદેશો આપતા બેનરો સાથે બાળકોની રેલી કાઢવામાં આવી. ત્યારબાદ ચિત્રસ્પધા, નિબંધ સ્પર્ધા, તથા વક્તવ્ય જેવી વિવિધ સ્પર્ધાનું શાળા કક્ષાએ  ઉજવણી કરવામાં આવેલ. જેમાં કલસ્ટરના તમામ શાળાના આચાર્યશ્રી ઓ જેવા કે ભીમજીભાઈ વાળા (મોટી પાણીયાળી કે.વ.આચાર્ય) તથા ગોહિલ પ્રવીણભાઈ (માંડવડા ૧ આચાર્ય) તથા વાઘેલા ગભાભાઈ ( માંડવડા ૨ આચાર્ય) તથા ગોહિલ શૈલેષભાઇ (અનિડા ડેમ આચાર્ય) તથા સોરઠીયા જાહિદભાઈ ( લાખાવાડ આચાર્ય) તથા ખૈર નવજીભાઈ (માઇધાર આચાર્ય) તથા ગઢવી નિલેશભાઈ ( પરમારગઢ આચાર્ય) તથા બારૈયા ભરતભાઇ ( ખોડીયારનગર આચાર્ય ) તથા ડબગર ભાનુભાઈ (મોટી પાણીયાળી વાડી આચાર્ય) અને સમગ્ર કલસ્ટરના ૪૫ જેટલા શીક્ષકશ્રી અને આશરે ૧૪૦૦ જેટલા બાળકો ભાઈઓ-બહેનો તથા દરેક શાળામાં જદ્બષ્ઠ સભ્યો પણ સહભાગી બની આ કાર્યક્રમમા જોડાઇ સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવેલ.આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બદલ  મોટી પાણિયાળી કલસ્ટરના સી.આર સી.કો.ઓર્ડિનેટર  ચૌહાણ જયંતીભાઈ કે તથા ભીમજીભાઈ વાળા મોટી પાણિયાળી કે.વ શાળાના આચાર્ય દ્વારા તમામ શાળાના આચાર્ય તથા શિક્ષકો અને નાના નાના ભુલકાને અભિનંદન પાઠવેલ…

Previous articleજાફરાબાદના લોઠપુર ગામે ગાંધી જન્મજયંતિની ઉજવણી
Next articleવાવેરા ગામે ગ્રામ પંચાયત દ્વારા જળબચાવો શિબીર યોજાઈ