શહેરના કુંભારવાડા એક્તાનગરમાં રહેતો અને હત્યાના ગુનામાં રાજકોટ જેલમાં સજા ભોગવતો શખ્સ પેરોલ ફર્લો જમ્પ કરી દોઢ વર્ષથી ફરાર હોય જેને બોરતળાવ પોલીસ સ્ટાફે ઝડપી લઈ રાજકોટ જેલહવાલે કર્યો હતો.
પોલીસ અધિક્ષક ભાવનગરએ નાસતા ફરતા આરોપીઓ તથા પેરોલ ફર્લો જમ્પ કેદીઓને પકડવા સુચના અને માર્ગદર્શન કરેલ હોય જે અન્વયે ડી.સ્ટાફના માણસો તથા ગઢેચીગેટ ચોકીના હેડ કોન્સ હરદેવસિંહ ગોહીલ, પો.કો. અનિરુધ્ધસિંહ ચુડાસમા, ગલતાનસિંહ જામસિંહ પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના પો.કોન્સ અનિરુધ્ધસિંહ ચુડાસમાને બાતમીરાહે હકીકત મળેલ કે, બોરતળાવ પોલીસ સ્ટેશન ઈ.પી.કો કલમ ૩૦૨ વિગેરે મુજબના ગુનાના કામનો આરોપી આરીફભાઈ ફીરોજભાઈ ઉશ્માનભાઈ મકવાણા રહે. મોતી તળાવ એકતાનગર ભાવનગરવાળો છેલ્લા દોઢેક વર્ષ થી ફર્લો રજા જમ્પ કરી નાસતો ફરે છે. જે હકીકત આધારે તપાસ કરતા ફર્લો જમ્પ કેદી આરીફભાઈ ફીરોજભાઈ ઉશ્માનભાઈ મકવાણા મળી આવતા કેદીને બાકી રહેતી સજા ભોગવવા સારુ યોગ્ય પોલીસ જાપ્તા સાથે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરેલ.