શામળદાસ કોલેજ અને ઇસ્કોન કલબ ખાતે મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતુ કે, સ્વચ્છતા ઝુંબેશને સાચા અર્થમામં સાર્થક કરવાની નેમ રાખીને મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી અર્પી શકીએ તેમણે પૂ. બાપુના જીવન-કવન અને તેમની પ્રવૃતિઓનો ચિત્તાર રજુ કર્યો હતો. રાષ્ટ્રમાં સ્વચ્છતા માટે મહાત્મા ગાંધીએ કરેલા કાર્યો વિશે જણાવી તેમાંથી પ્રેરણા લેવા જણાવ્યુ હતું.
શિક્ષણ મંત્રી, ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, મહાત્મા ગાંધી વિશે વાત કરવા માટે શબ્દો અને સમય ઓછો પડી શકે પૂ. બાપુએ સત્ય અને અહિંસાનો જ નહિ પરંતુ સ્વચ્છતાનો પણ સંદેશ આપ્યો હતો. સ્વચ્છ ભારત અંતર્ગત કરવામાં આવેલી કામગીરી વિશે જણાવી તેનો યોગ્ય ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
ભાવનગર મહાપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતી નિમિતે ઉજવણી કાર્યક્રમો યોજવામાં આવેલ. મહાત્મા ગાંધીજીના આદર્શો, વિચારો અને મૂલ્યો યુવાનોમાં અને આવનાર પેઢીમાં સંસ્કારોનુ અસરકારક રીતે સિંચન થાય તે ઉદ્દેસ્ય સાથે ભાવનગર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયેલ અને આજના દિવસે ખાદી ગ્રામોઉધોગ ભાવનગર ખાતે થી મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તેમજ શિક્ષકોએ ખાદી ખરીદીને ધન્યતા અનુભવી હતી.
આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, વાઇસ ચાન્સીલર ર્ડા. વાઘાણી, મેયર અને શાળા/કોલેજના વિધાર્થીઓ બહોળી સંખ્યામા ઉપસ્તિત રહ્યા હતા.