ચૂંટણી પંચના આદેશ બાદ વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપેટ) અંગે જાગૃત્તિ જગાવવાના હેતુસર ગુજરાત દ્વારા વ્યાપક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ગુજરાત ચીફ ઇલેક્ટોરલ ઓફિસર દ્વારા ૨૦૦૦૦ કરતા પણ વધુ કેમ્પનું આયોજન હજુ સુધી કરવામાં આવી ચુક્યું છે. આ કેમ્પમાં જુદી જુદી માહિતી વીવીપેટને લઇને આપવામાં આવી રહી છે. આગામી દિવસોમોં વધુ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે. રાજ્ય વિધાનસભાની ચૂંટણી યોજાય તે પહેલા મોટી સંખ્યામાં કેમ્પનું આયોજન કરવામાં આવી શકે છે. કમિશને આદેશ આપ્યો છે કે, વીવીપેટના ઉપયોગને લઇને જનજાગૃત્તિ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. તમામ સંબંધિતોની મદદ લેવામાં આવી રહી છે. નવી વ્યવસ્થાને જાણવાના પ્રયાસ મતદારો પણ કરી રહ્યા છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આને લઇને કોઇપણ પ્રકારની દુવિધા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. આની સાથે જ છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા અટકળોનો અંત આવ્યો હતો.
ગુજરાતમાં બે તબક્કામાં ૯મી અને ૧૪મી ડિસેમ્બરના દિવસે ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કામાં ૯મી ડિસેમ્બરના દિવસે ૮૯ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે જ્યારે બીજા તબક્કામાં ૧૪મી ડિસેમ્બરના દિવસે ૯૩ વિધાનસભા બેઠકો માટે મતદાન થશે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં બંને જગ્યાઓએ મતગણતરી એક જ દિવસે એટલે કે ૧૮મી ડિસેમ્બરે થશે. ગુજરાત ચૂંટણીમાં આ વખતે ૫૦૧૨૮ પોલિંગબુથ અથવા તો મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.